રતન ટાટાએ ફોર્ડથી અપમાનનો બદલો શાંતિથી લીધો

અમદાવાદઃ અમેરિકી કાર કંપની ફોર્ડે ભારતમાંથી બોરિયા-બિસ્તરા સમેટવાની તૈયારી શરૂ કરી દીધી છે. એક વર્ષમાં કંપનીની આ પ્રક્રિયા પૂરી થઈ જશે. કંપની ભારતમાં વેપારને સફળતાપૂર્વક ચલાવવામાં સંપૂર્ણ રીતે નિષ્ફળ નીવડી છે, પણ આશ્ચર્યની વાત એ છે કે કંપનીના માલિક ઉદ્યોગપતિ રતન ટાટાએ કહ્યું હતું કે તમે કારના વેપારમાં કંઈ જાણતા નથી, પછી સમય એવો આવ્યો કે ટાટા મોટર્સે ફોર્ડની લેન્ડરોવર અને જેગુઆર જેવી કારોને પોતાની કંપનીમાં સામેલ કરી લીધી. જેના વેચાણમાં તેજી જોવા મળી રહી છે.

સફળતા બદલો લેવાનો સૌથી સારો રસ્તો છે. જો તમે હતાશ થઈ જાઓ, ત્યારે તમે સફળતા માટે રતન ટાટા પાસેથી પ્રેરણા લઈ શકો છો.

1999માં ટાટા ગ્રુપ કાર વ્યવસાય ફોર્ડને વેચવા ઇચ્છતા હતા, ત્યારે રતન ટાટા ટીમ સાથે ડેટ્રોઇટ ગયા હતા અને ફોર્ડના ચેરમેન બિલ ફોર્ડથી મળ્યા હતા. ત્રણ કલાક ચાલેલી બેઠકમાં રતન ટાટાની સાથે ઘણો અપમાનજનક વ્યવહાર કરવામાં આવ્યો હતો.  બિલે સ્પષ્ટ રૂપે તેમને કહ્યું હતું કે તેઓ કારો વિશે કંઈ નથી જાણતા અને તેમણે કાર ડિવિઝનનો પ્રારંભ નહોતો કરવો જોઈએ. આ મીટિંગ પછી રતન ટાટાએ કાર ડિવિઝનને ન વેચવાનો નિર્ણય કર્યો અને તેઓ ભારત પરત ફર્યા. ત્યાર બાદ તેમણે બધું ધ્યાન ટાટા મોટર્સ પર કેન્દ્રિત કર્યું અને એ ડિવિઝનમાં વધુ મહેનત કરી. તેઓ કહે છે અસફળતા સૌથી મોટી પ્રેરણા છે અને એનાથી વધુ યોગ્ય કંઈ હોઈ ના શકે. નવ વર્ષ પછી ફરી એ જ સમય આવ્યો, પણ આ વખતે વેપાર વેચવા માટે મફોર્ડના માલિક રતન ટાટા સામે હાથ જોડીને ઊભા હતા. જોકે ટાટાએ અપમાનનો બદલો બહુ શાંતિ અને વિનમ્ર સ્વભાવથી લીધો. રતન ટાટાએ ફોર્ડની પ્રતિષ્ઠિત બ્રાન્ડ જગુઆર અને લેન્ડ રોવર 2.3 અબજ ડોલરમાં ખરીદી લીધી.

ફોર્ડના વેપાર બંધ કરવાના નિર્ણયથી 4000 કર્મચારીઓ પર બેરોજગાર થવાનું જોખમ છે. ફોર્ડના અધ્યક્ષ જિમ ફાર્લેના અનુસાર છેલ્લા 10 વર્ષોમાં  ભારતમાં મૂડીરોકાણ છતાં ફોર્ડે બે બિલિયન ડોલર (1.47 લાખ કરોડ)થી વધુનું ઓપરેટિંગ નુકસાન ભોગવવું પડ્યું છે.

 

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]