અમદાવાદઃ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (IIMA)એ સતત ચોથા વર્ષે શ્રેષ્ઠ વૈશ્વિક મેનેજમેન્ટ સંસ્થાનો દરજ્જો જાળવી રાખ્યો છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ રેન્કિંગ ફ્રેમવર્ક (NIRF) દ્વારા આજે જાહેર કરવામાં આવેલા રેન્કિંગમાં સતત ચોથા વર્ષે અગ્રણી ભારતીય મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટનું સ્થાન જાળવી રાખ્યું છે.
(શિક્ષણ મંત્રાલયના રાજ્ય કક્ષાના મંત્રી ડો. રાજકુમાર રંજન સિંહ પાસેથી NIRF રેન્કિંગ 2023નો એવોર્ડ સ્વીકાર કરતાં IIMAના ડિરેક્ટર પ્રોફેસર ભરત ભાસ્કર. તેમની સાથે વિદેશ રાજ્ય મંત્રી અને શિક્ષણ મંત્રાલયના અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા).
આ પહેલા ક્રમાંકની જીત અંગે ખુશી વ્યક્ત કરતાં IIMAના ડિરેક્ટર પ્રોફેસર ભરત ભાસ્કરે જણાવ્યું હતું કે અમને શિક્ષણ મંત્રાલયની NIRF 2023 રેન્કિંગ દ્વારા દેશમાં સૌથી શ્રેષ્ઠ મેનેજમેન્ટ સંસ્થા તરીકે પહેલો ક્રમાંક આપવામાં આવતાં આનંદ થઈ રહ્યો છે. NIRF દ્વારા આપવામાં આવેલી આ માન્યતા IIMAને વિશ્વની શ્રેષ્ઠ શિક્ષણ સંસ્થા છે, એ દર્શાવે છે, જેનો વાર્ષિક ધોરણે અમારા વિદ્યાર્થીઓના અથાગ પ્રયાસોની સાથે-સાથે વેપાર અને જાહેર નીતિ પર મહત્ત્વ પર અસર છે. એ અમારી દરેક પહેલમાં ઉત્કૃષ્ટતાના ઊંચા માપદંડોને જાળવી રાખવાના અમારા સંકલ્પને વધુ દ્રઢ કરતા દેશના વિકાસમાં સાર્થક યોગદાન આપવાની અમારી પ્રતિબદ્ધતા દર્શાવે છે.
કેન્દ્ર સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા NIRF રેન્કિંગ વાર્ષિક ધોરણે હાથ ધરવામાં આવે છે, જેમાં ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓનું મૂલ્યાંકન વિવિધ માપદંડો જેમ કે શિક્ષણ, સંસાધનો, ગ્રેજ્યુએશન પરિણામો અને દ્રષ્ટિકોણથી મૂલ્યાંકન કરે છે. વર્ષ 2016માં રેન્કિંગ શરૂ થયા પછી IIMAએ 2017, 2018 અને 2020માં પણ પહેલા ક્રમાંકે હતી.