આણંદઃ ડેરી ક્ષેત્રના સૌથી પ્રતિષ્ઠિત કાર્યક્રમ IDFની વર્લ્ડ ડેરી સમિટ-2022 આ વર્ષે 12-15 સપ્ટેમ્બરમાં ભારતના નવી દિલ્હી-NCRમાં આયોજિત થવાની છે, જેમાં 40થી વધારે દેશોમાંથી ડેરી ઉદ્યોગના હિતધારકો ભાગ લેશે અને ડેરી ઉદ્યોગને વધુ વિકસાવવાની દિશામાં ભેગા મળીને કામ કરશે.
આ વર્ષે સપ્ટેમ્બરમાં નવી દિલ્હીમાં ઇન્ટરનેશનલ ડેરી ફેડરેશન (IDF)ની વર્લ્ડ ડેરી સમિટ-2022ના ભાગરૂપે ડેરી વ્યાવસાયિકો, પશુપાલકો અને નિષ્ણાતો પોસ્ટરો મારફતે પોતાના દ્રષ્ટિકોણને રજૂ કરી શકે એ માટે એક પોસ્ટર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.
NDDBના ચેરમેન અને IDFની ઇન્ડિયન નેશનલ કમિટીના સભ્ય સચિવ મિનેષ શાહે જણાવ્યું હતું કે આ પોસ્ટર સ્પર્ધાની થીમ ‘ઇનોવેશન્સ એક્રોસ ડેરી વેલ્યુ ચેઇન – અલાઇનિંગ વિથ UN SDG’ છે અને સ્વીકારવામાં આવેલાં તમામ પોસ્ટરોને IDF WDS 2022 પોસ્ટર પુરસ્કાર માટે ધ્યાન પર લેવામાં આવશે.
રસ ધરાવતા ઉમેદવારો 30 જૂન સુધી તેમનાં એબસ્ટ્રેક્ટ્સ (અમૂર્ત ચિત્રો) જમા કરાવી શકે છે. એક કમિટી દ્વારા આ એબસ્ટ્રેક્ટ્સ (અમૂર્ત ચિત્રો)ની સમીક્ષા કરવામાં આવશે અને 10 જુલાઈ સુધીમાં ઉમેદવારોને તેમનાં એબસ્ટ્રેક્ટ્સ (અમૂર્ત ચિત્રો) સ્વીકારવામાં આવ્યાં છે કે નહીં તેની જાણ કરવામાં આવશે. ચિત્રકારે 15 ઓગસ્ટ સુધીમાં IDF WDS 2022માં નોંધણી કરાવવાની રહેશે તથા 21 ઓગસ્ટ સુધીમાં PDF ફોર્મેટમાં તેમનાં પોસ્ટરો જમા કરાવવાનાં રહેશે. વધુ માહિતી માટે રજૂકર્તાઓ https://idfwds2022.com/ની મુલાકાત લઈ શકે છે.
INC IDFના સભ્ય સચિવે ઉમેર્યું હતું કે સ્વીકૃતિ પામેલાં એબસ્ટ્રેક્ટ્સ (અમૂર્ત ચિત્રો)ના ચિત્રકારોને 11 સપ્ટેમ્બરે તેમનાં પોસ્ટરોને પ્રદર્શિત કરવા માટે આમંત્રિત કરવામાં આવશે અને 12 સપ્ટેમ્બર, 2022ના રોજ પોસ્ટર ગેલેરીનું ઉદઘાટન કરવામાં આવશે. 13 સપ્ટેમ્બરે ડેરી સમિટમાં વિજેતાઓની જાહેરાત કરવામાં આવશે. રસ ધરાવતા ઉમેદવારો posters@idfwds2022.com મારફતે સંપર્ક કરી શકે છે.