ગૃહપ્રધાન દીવની મુલાકાતેઃ રૂ. 200 કરોડનાં કાર્યોનું લોકાર્પણ કરશે

અમદાવાદઃ ગૃહપ્રધાન અમિત શાહની અધ્યક્ષતામાં પશ્ચિમી ક્ષેત્રની બેઠક થઈ હતી. આ બેઠકમાં સરહદ, સુરક્ષા અને રસ્તા, પરિવહન, ઉદ્યોગ, પાણી અને વીજળી જેવા પાયાના માળખાથી જોડાયેલા મુદ્દાઓની વ્યાપક ચર્ચા થવાની શક્યતા છે. આ બેઠકમાં ગુજરાત સહિત મહારાષ્ટ્ર અને ગોવા સહિત કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી, દમણ અને દીવ સામેલ થશે. આ બેઠકમાં આ પ્રદેશોના વડા સાથે વેસ્ટર્ન ઝોનલ કાઉન્સિલની બેઠક યોજાઈ હતી.

ગૃહપ્રધાન INS ખુકરી (યુદ્ધ જહાજ) મેમોરિયલનું લોકાર્પણ કર્યા બાદ સાંજે ચા વાગ્યે સભા સંબોધવાના છે. આ બેઠકમાં આંતર રાજ્ય સરહદો, સુરક્ષા તેમજ રસ્તા, પાણી પુરવઠા, વીજળી જેવી આંતર માળખાકીય બાબતો સંબંધિત ચર્ચા-વિચારણા થઈ હતી. મુખ્ય પ્રધાન સાથે મહેસૂલપ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી, ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી, નાણાં વિભાગના અગ્ર સચિવ જે.પી.ગુપ્તા પણ આ બેઠકમાં સામેલ થયા છે. કોરોના વાઇરસની સ્થિતિને કારણે આ બેઠક બે વર્ષના અંતરાલ બાદ યોજાઈ રહી છે.

ક્ષેત્રીય પરિષદોની સ્થાપનાનો મુખ્ય હેતુ રાષ્ટ્રીય એકતા લાવવાનો છે. ગૃહપ્રધાન આવતી કાલે આણંદ કૃષિ યુનિવર્સિટીના કાર્યક્રમમાં હાજરી આપશે. ત્યાર બાદ તેઓ ગાંધીનગરમાં કોર્પોરેશન અને GUDA (ગુડા)ના કાર્યક્રમમાં હાજરી આપશે. આ ઉપરાંત ગૃહપ્રધાન રૂ. 200થી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ પણ કરશે. તેઓ અમદાવાદના બોપલની પાસે શેલામાં નવા તળાવનું લોકાર્પણ પણ કરશે.