કોરોનાઃ ગુજરાતમાં ગરીબો માટેનો સેવા યજ્ઞ

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના કેસો દિવસે ને દિવસે વધી રહ્યા છે. ગુજરાતના લાખો લોકો લોકડાઉનમાં પોતાના ઘરમાં પૂરાયેલા છે. કારણકે કોરોના સામે લડવાનો એકમાત્ર ઉપાય, સોશિયલ ડિસ્ટન્સિંગ જ છે. ત્યારે ગુજરાતમાં રોજ કમાઈને રોજ ખાનારા મજૂર વર્ગના લોકો અને ગરીબી રેખા હેઠળ આવતા લોકો અત્યારે મુશ્કેલીમાં મૂકાયા છે.

આ લોકોને મદદ કરવા માટે અનેક સામાજીક સંસ્થાઓ આગળ આવી છે કે જે લોકોને મદદ કરી રહી છે. અમદાવાસ્થિત ગુલમોહર ગ્રીન્સે જે લોકોને લોકડાઉનની ખૂબ માઠી અસર થઈ છે તેવા લોકોને 1.5થી 2 યા શાકભાજીની2,100 બેગનું વિતરણ કર્યુ હતું. આમાંથી 1700 બેગનુ વિતરણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સહાયથી કરવામાં આવ્યું હતું. 250થી વધુ બેગનુ વિતરણ સેટેલાઈટ વિસ્તારમાં કોર્પોરેટ રોડ પાસે કરવામાં આવ્યું હતું અને 200 બેગનુ વિતરણ ઈસ્કોન-આંબલી રોડ વિસ્તાર ઉપર કરવામાં આવ્યું હતું.

ગુલમોહર ગ્રીન્સના અલ્પેશ પરીખ જણાવે છે કે “અમે લોટ, ચોખા, દાળ, મસાલા, ગોળ અને અન્ય ખાદ્ય ચીજો ધરાવતાં 250 કીટ પણ તૈયાર કરયા હતા. દરેક કીટનુ વજન 15 કિલો હતું, જે એક પરિવારને 12 થી 15 દિવસ ટકવા માટે પૂરતું નિવડી શકે.”

તો અગ્રગણ્ય ઔદ્યોગિક  જૂથ “ચિરીપાલ  ગ્રુપ” દ્વારા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી રાહત ફંડમાં રૂપિયા એક કરોડનું દાન આપવામાં આવ્યું છે, આ રકમનો ચેક “ચિરીપાલ ગ્રુપ”ના ડિરેક્ટર જયપ્રકાશ ચિરીપાલ અને ગ્રુપના અન્ય ડિરેક્ટર્સના  હસ્તે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને આપવામાં આવ્યો  હતો.વાયએમસીએ, અમદાવાદએ લોકડાઉન લાદવામાં આવ્યો તે જ દિવસથી જ કપરી હાલતમાં મુકાઈ ગયેલા લોકો માટે  ફૂડપેકેટની વહેંચણીની શરૂઆત કરી છે. ભોજન વાયએમસીએમાં જ તૈયાર થાય છે અને પેક કરવામાં આવે છે, અત્યાર સુધીમાં દૈનિક 45,00થી વધુ ફૂડ પેકેટનું જરૂરિયાતમંદ લોકોને વિતરણ કરવામાં આવ્યું છે. વાયએમસીએ જણાવે છે કે આ ઉમદા પ્રવૃત્તિમાં તેને તેના સભ્યો તરફથી ભારે સહયોગ પ્રાપ્ત થઈ રહ્યો છે.

અનેક સામાજિક સંસ્થઆઓ અને વ્યક્તિઓ આવી રીતે ગરીબોને મદદ કરવા માટે આગળ આવી રહયા છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]