અમદાવાદમાં ગાજવીજ સાથે મુસળધાર વરસાદ તૂટી પડ્યો

અમદાવાદ: શહેરના મોટાભાગના વિસ્તારોમાં આજે ઠંડો પવન ફૂંકાયો હતો અને વીજળીના કડકા સાથે મુસળધાર વરસાદ તૂટી પડ્યો હતો.

આજે ચૈત્ર મહિનાના રામનવમી પર્વ નિમિત્તે ઠેર ઠેર રામજીના જન્મોત્સવના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, રેલીઓ, શોભાયાત્રા અને સરઘસો જેવા અસંખ્ય કાર્યક્રમો યોજાયાં છે તે વચ્ચે માવઠું થયું.

ભર ઉનાળે વરસાદ તૂટી પડતાં શહેરના તમામ નીચાણવાળા ભાગોમાં પાણી ભરાઈ ગયા. ઉબડખાબડ માર્ગો પર ખાબોચિયાં ભરાતાં ચોમાસા જેવો માહોલ ઉભો થયો હતો.

(પ્રજ્ઞેશ વ્યાસ )