સંગીતા ગુપ્તા દ્વારા વસ્ત્ર કલા પ્રદર્શન ‘આદિયોગી શિવા’નું આયોજન

ગાંધીનગરઃ નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેક્નોલોજી, ગાંધીનગરના ઉપક્રમે આર્ટિસ્ટ, કવિયત્રી અને ફિલ્મ નિર્માત્રી સંગીતા ગુપ્તાનાં ટેક્સ્ટાઈલ આર્ટ પ્રદર્શન ‘આદિયોગી શિવા’નું આજે NIFT ગાંધીનગર કેમ્પસના તાના રિરિ ફોયર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. ભારત સરકારનાં ટેક્સ્ટાઈલ કમિશનર રૂપ રાશિએ આ પ્રદર્શનનું ઉદઘાટન કર્યું હતું.

સંગીતા ગુપ્તા ભૂતપૂર્વ IRS અધિકારી છે અને NIFT કેમ્પસ ખાતે વિદ્યાર્થીઓ સાથે વર્કશોપ્સનું પણ આયોજન કરે છે.