‘ઝરૂખો’માં ‘ધર્મની ઉત્પત્તિ’ વિષય પર ડો.બિપિન દોશીનું વક્તવ્ય

મુંબઈઃ સાહિત્યિક સાંજ તરીકે ઓળખાતા “ઝરૂખો”માં ૧ એપ્રિલ, શનિવાર સાંજે ૭.૧૫ વાગ્યે “ધર્મની ઉત્પત્તિ” વિષય પર ડો.બિપિન દોશી વક્તવ્ય આપશે. ડો.બિપિન દોશી જૈન ધર્મની ફિલોસોફી પર છેલ્લા ૨૬ વર્ષથી દેશવિદેશમાં વક્તવ્ય આપે છે અને ૪૮ વર્ષથી ફિઝીશિયન તરીકે સેવા આપે છે.

કાર્યક્રમનું સ્થળ છે, સાઈબાબા મંદિર, બીજે માળે, સાઈબાબા નગર, બોરીવલી (પશ્ચિમ), મુંબઈ. કાર્યક્રમનું સંચાલન સંજય પંડ્યા કરશે. કાર્યક્રમમાં સર્વને હાજરી આપવાનું સંસ્થા સાંઈલીલા વેલ્ફેર ટ્રસ્ટ તરફથી નિમંત્રણ છે.