આઇસી15 ઇન્ડેક્સ 47 પોઇન્ટ ઘટ્યો

મુંબઈઃ ક્રીપ્ટોકરન્સી માર્કેટ ગુરુવારે તદ્દન ફ્લેટ રહી હતી. માર્કેટના બેન્ચમાર્ક – આઇસી15 ઇન્ડેક્સના મોટાભાગના ઘટક કોઈન ઘટ્યા હતા. ફક્ત ચેઇનલિંક અને બિટકોઇનમાં અનુક્રમે 0.90 ટકા અને 0.59 ટકાનો વધારો થયો હતો. એક્સઆરપી, સોલાના, કાર્ડાનો અને પોલીગોન 2થી 7 ટકા ઘટ્યા હતા.

દરમિયાન, ઓસ્ટ્રેલિયામાં સંસદસભ્ય એન્ડ્રુ બ્રેગે ગ્રાહકોના રક્ષણ માટે તથા રોકાણકારોને પ્રોત્સાહન આપવા માટે ક્રીપ્ટો સર્વિસીસના પ્રોવાઇડર માટે લાઇસન્સની વ્યવસ્થા શરૂ કરવા માટેનો ખરડો સંસદમાં રજૂ કર્યો છે. ક્રીપ્ટો એક્સચેન્જ ઓકેએક્સે હોંગકોંગમાં વર્ચ્યુઅલ એસેટ સર્વિસ પ્રોવાઇડર તરીકેનું લાઇસન્સ મેળવવા માટે અરજી કરી છે. બીજી બાજુ, હોંગકોંગના સ્થાનિક રોકાણકારો ડિજિટલ ઉદ્યોગને નાણાં પૂરાં પાડી શકાય એ માટે 100 મિલ્યન ડોલરનું ફંડ ઊભું કરી રહ્યા છે.

અગાઉ, 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 ગુરુવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 0.12 ટકા (47 પોઇન્ટ) વધીને 38,397 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 38,444 ખૂલીને 39,132ની ઉપલી અને 37,727 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.