વડોદરામાં 442 મીમીથી વધુ વરસાદ, ગુરુવારે શાળાઓમાં રજા જાહેર, વિશ્વામિત્રી નદી ભયજનક સપાટીથી ઉપર…

ગાંધીનગર-વડોદરામાં ભારે વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદને અનુલક્ષીને ગુરુવાર 1લી ઓગસ્ટના રોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત સહિત ખાનગી અને સરકારી તમામ શહેરી શાળાઓમાં રજા રાખવા વડોદરા જિલ્લા કલેકટર દ્વારા સૂચના આપવામાં આવી છે.

આ સાથે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વડોદરા શહેરમાં ભારે વરસાદથી સર્જાયેલી સ્થિતિની ઉચ્ચસ્તરીય બેઠક યોજી સમીક્ષા હાથ ધરી બે આઇએએસ અધિકારીઓ વિનોદ રાવ અને લોચન શહેરાને તાત્કાલિક વડોદરા પહોંચી સ્થાનિક તંત્રનું માર્ગદર્શન કરવા સૂચના આપી હતી.

વડોદરા શહેરના નીચાણવાળા વિસ્તારના લોકોના સલામત સ્થળે સ્થળાંતરમાં તંત્રને સહયોગ આપવા નાગરિકોને અનુરોધ કરવામાં આવ્યો છે. મુખ્યપ્રધાન સ્વંય વડોદરા શહેરની વરસાદી સ્થિતિ પર સતત ચાંપતી નજર રાખી રહ્યાં છે. તેઓ રાજ્યમાં વરસાદથી સર્જાયેલી સ્થિતિ ની સમીક્ષા અને સંપૂર્ણ વિગતો મેળવવા સ્ટેટ ફ્લડ કન્ટ્રોલ ખાતે પહોંચ્યાં છે.

તેમણે વડોદરાના નીચાણવાળા વિસ્તારના લોકોને સમગ્ર રાત્રિ દરમિયાન પોલીસ અને એનડીઆરએફ, એસડીઆરએપની ટીમની મદદથી સલામત સ્થળે ખસેડવાની કામગીરી અગ્રતા ક્રમે હાથ ધરવા સૂચનાં આપી હતી
સાથે બચાવકાર્ય માટે વધુ કમ્પનીઓ વડોદરા પહોંચાડવાની સૂચનાઓ પણ આપી હતી

વડોદરા જિલ્લા અને આસપાસના વિસ્તારોમાં વરસાદની સ્થિતિ વીજપુરવઠો વગેરે અંગે પણ મુખ્ય સચીવ જે એન સિંહ મહેસૂલ અધિક મુખ્ય સચીવ પંકજ કુમાર અને વરિષ્ઠ અધિકારીઓ સાથે બેસીને વિગતો મેળવી હતી. અગાઉ વાયુ વાવાઝોડાની સ્થિતિ વખતે દાખવેલી સંતર્કતા જેમ જ આજે પણ સ્વયં સ્ટેટ ઓપરેશન સેન્ટરમાં બેસીને સીએમ અને ઉચ્ચ અધિકારીઓ પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યાં છે.

અમદાવાદ

તેઓએ હવામાન વિભાગના અધિકારી પાસેથી પણ વરસાદની સાંભવિતતાની વિગતો ટેલિફોનિક સંપર્ક કરીને મેળવી હતી.ઙવામાનવિભાગના જણાવ્યાં અનુસાર સવારના છ વાગ્યાથી લઇ રાતના આઠ વાગ્યા સુધીમાં 442 મીમી વરસાદ ખાબક્યો હતો. 350 લોકોને સલામત સ્થળે ખસેડી દેવામાં આવ્યાં છે. તેમ જ નીચાણવાળા વિસ્તારો ખાલી કરાવવામાં તંત્ર લાગી ગયું છે. વિશ્વામિત્રી 29 ફૂટની જલસપાટી સાથે ભયજનક સ્તર-26 ફૂટથી ઓવરફ્લો થઈ રહી છે.

અમદાવાદ

અમદાવાદમાં પણ સાંજે પડેલાં ધોધમાર વરસાદમાં મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં હતાં. પીક અવર્સ હોવાના કારણે લગભગ તમામ માર્ગો પર વરસાદના પાણી ભરાવાને લઇને ટ્રાફિક જામ સર્જાયો હતો. શહેરની રફતાર આ સાથે જાણે થંભી ગઈ હતી. ઉપરાંત સાબરમતી નદીમાં આવી રહેલાં વરસાદી પાણીના કારણે વાસણા બેરેજના 7 દરવાજા પણ રાત્રિની શરુઆતમાં જ ખોલી નાંખવામાં આવ્યાં છે, જેને લઇને પાણી ઝડપથી નિકાલ પામે તેવી શકયતા છે.

અપડેટ્સ

સુરેન્દ્રનગર રેલવે સ્ટેશન પરથી સોરાષ્ટ્ર મેઈલ રાજકોટ પરત ફરી, વરસાદને કારણે સૌરાષ્ટ્ર મેઈલ પરત કરવામાં આવી…

રાજકોટ દુરન્તો એકસપ્રેસ પણ સુરેન્દ્રનગર રેલવે સ્ટેશન પર રોકી દેવામાં આવી છે. રાજકોટ દુરન્તો ટ્રેન પણ રાજકોટ પરત જશે. હાલ પ્રવાસીઓને ટિકીટના પૈસા પરત આપવામાં આવી રહ્યાં છે..

વડોદરા સ્ટેશનની આસપાસમાં વરસાદી પાણી ફરી વળતાં મુંબઈ અમદાવાદ ટ્રેન વ્યવહારને અસર પડી છે. 7 થી વધુ ટ્રેનો રદ થઈ. તો કેટલીક ટ્રેનો વલસાડ અને સૂરત સુધી દોડાવવામાં આવી છે. વલસાડ સ્ટેશન સુધી આવેલી સૌરાષ્ટ્ર એક્સપ્રેસ કેન્સલ થતાં અનેક મુસાફરો અટવાયાં.

વડોદરામાં ભારે વરસાદને લઈ નર્મદા વડોદરા વચ્ચેના વાહન વ્યવહાર બંધ,રાજપીપળાથી વડોદરાની એસટી બસ બંધ કરવામાં આવી, રાજપીપળાથી વડોદરા જતાં માર્ગને બંધ કરવામાં આવ્યો. વડોદરામાં ભારે વરસાદના પગલે પંચમહાલના હાલોલ અને બરોડા વચ્ચે ઘણાં લોકો સલવાયાં.

20 ઈંચ વરસાદ બાદ વિશ્વામિત્રી નદી થઈ ઓવરફલો વિશ્વામિત્રી નદીની સપાટી 29 ફૂટ પર પહોચી. નદીએ ભયજનક સપાટી વટાવતા તંત્ર એકશનમાં આવ્યુ વિશ્વામિત્રી નદીની ભયજનક સપાટી 26 ફૂટ છે.

Emergency Helpline Numbersઃ: 1800 233 0265 | 0265 2423101 | 0265 2426101 | 101 emergency number also active with 10+ extensions