સરયૂ નદીના કાંઠે લોન્ચ કરાઈ ટીવી સિરિયલ ‘રામ સિયા કે લવ કુશ’

ઉત્તર પ્રદેશના અયોધ્યામાં સરયૂ નદીના કિનારે પ્રસિદ્ધ ગુપ્તાર ઘાટ પર આજે કલર્સ ચેનલની મેગા પૌરાણિક સિરિયલ ‘રામ સિયા કે લવ કુશ’ને લોન્ચ કરવામાં આવી હતી.

સિરિયલ લોન્ચિંગ પ્રસંગનું ભવ્ય રીતે અને હિન્દુ પરંપરા અનુસાર આયોજન કરવામાં આવ્યું હતું. ઘાટ પર પૂજારીઓ દ્વારા આરતી કરવામાં આવી હતી.

આ સિરિયલ આવતી પાંચ ઑગસ્ટથી સોમવારથી શુક્રવારે રાતે 8.30 વાગ્યે પ્રસારિત કરવામાં આવશે.

આ સિરિયલમાં હિમાંશુ કોહલી ભગવાન રામની ભૂમિકા ભજવશે જ્યારે શિવ્યા પઠાણિયા બનશે સીતા. લવ અને કુશનો રોલ કરી રહ્યા છે અનુક્રમે હર્ષિત કાબ્રા અને ક્રિશ ચૌહાણ.

સિરિયલ લોન્ચિંગ પ્રસંગે ચારેય કલાકારોને એમના પાત્રોનાં પહેરવેશ સાથે નૌકામાં વિહાર કરાવાયો હતો.

(અહેવાલ, તસવીરો, વિડિયોગ્રાફીઃ કેતન મિસ્ત્રી – અયોધ્યા)