અમદાવાદઃ દેશની ખાનગી ક્ષેત્રની અગ્રણી HDFC બેંકે જણાવ્યું હતું કે બેન્કે દેશના અંતરિયાળ વિસ્તારો સુધી પહોંચવા રૂરલ બેંકિંગની કામગીરી શરૂ કરી છે. બેંકના ‘ફ્યુચર-રેડી’ પ્રોજેક્ટના ભાગરૂપે રિટેલ બ્રાન્ચ બેંકિંગમાંથી ઘડી કાઢવામાં આવેલા રુરલ બેંકિંગ બિઝનેસ અર્ધ-શહેરી અને ગ્રામ્ય વિસ્તારો પર ધ્યાન કેન્દ્રિત કરશે. જેથી બેંકિંગ ઉત્પાદનો લઈ જવાની કામગીરી ધરાવતું રુરલ બેંકિંગ આ દિશામાં બેંકની વર્તમાન પહેલને વધુ મજબૂત બનાવશે અને છેવાડાના માનવીની વધુ નજીક પહોંચશે.
છેલ્લાં 19 વર્ષથી બેંક સાથે કાર્યરત અનિલ ભવાનીને નેશનલ રુરલ બેંકિંગના હેડ તરીકે નીમવામાં આવ્યા છે. બેંક હાલમાં તેની 6342 શાખાઓમાંથી 50 ટકા શાખાઓ અર્ધ-શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં ધરાવે છે અને બાકીની 50 ટકા શાખાઓ મેટ્રો અને શહેરી વિસ્તારોમાં ધરાવે છે. ચાલુ નાણાકીય વર્ષમાં બેંક અર્ધ-શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં 1060થી વધારે શાખાઓ ખોલશે. આ ઉપરાંત, અંતરિયાળ વિસ્તારોમાં બેંકની શાખાઓના વિસ્તરણ તરીકે બેંક કોમન સર્વિસ સેન્ટર્સ (CSC)ના વિલેજ લેવલ આંત્રપ્રેન્યોર્સ (VLE) સાથે પણ કામ કરે છે.
આ રુરલ બેંકિંગ બિઝનેસ અર્ધ-શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં વિવિધ બેંકિંગ ઉત્પાદનો અને સેવાઓ માટે બેંક અહીં નીચે જણાવેલા અભિગમ અપનાવશે.
|
અમે બેંકનાં વિશ્વ સ્તરીય ઉત્પાદનો અને સેવાઓને ભારતના સૌથી અંતરિયાળ વિસ્તારો સુધી લઈ જવા માટે ખૂબ જ રોમાંચિત છીએ. અમારા માટે આ બાબત પડકાર અને તક બંને છે તથા હું આ કામગીરી સંભાળવા માટે ખૂબ જ ઉત્સુક છું, એમ નેશનલ રુરલ બેંકિંગના વડા અનિલ ભવાનીએ જણાવ્યું હતું.