જીએસટીને અભ્યાસ ક્રમમાં સામેલ કરનાર ગુજરાત પ્રથમ રાજ્ય બનશે

ગાંધીનગર- ગત વર્ષે દેશમાં લાગુ થયેલા જીએસટી ટેક્સ સિસ્ટમને હવે ગુજરાતના વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસ ક્રમમાં પણ ભણવાના છે. ગુજરાત ના શિક્ષણ વિભાગે વર્ષ વર્ષ 2019 ના નવા શેક્ષણિક સત્રમાં ધોરણ 11 અને 12 માં જીએસટીના નવા પાઠ ઉમેરવાનો નિર્ણ કર્યો છે. અભ્યાસક્રમમાં જીએસટીને સામેલ કરવા અંગે 9 જેટલા ચાર્ટડ એકાઉન્ટ્ન્ટનો અભિપ્રાય લેવામાં આવ્યો છે.

જીએસટીના જટિલ અભ્યાસક્રમને અર્થ શાસ્ત્રમાં થિયરી તરીકે અઢી પાનાનો પાઠ ઉમેરવામાં આવશે. તો એકાઉન્ટ વિષયમાં પ્રેક્ટિકલ તરીકે જીએસટી વિષયને સમાવવામાં આવ્યો છે. અભ્યસક્રમમાં જીએસટી સામેલ કવા માટે નાણાં વિભાગમાં જીએસટીનો હવાલો સંભાળતાં અધિકારીનું પણ માર્ગદર્શન લેવાયુ છે. તો સાથે જ કોલેજોના અભ્યાસક્રમમાં પણ જીએસટીને અલગ વિષય તીકે સામેલ કરવામાં આવે તેવી સંભાવના છે.

નવાઈની વાત એ છે સમગ દેશમાં જીએસટી સિસ્ટમ અમલી બની છે. ત્યારે ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ રાજ્ય છે જે હવે અભ્યાસ ક્રમમાં વિષય તરીકે જીએસટીને સામેલ કરવા જઈ રહ્યું છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]