ગુજરાત સ્થાનિક સ્વરાજ ચૂંટણીની તારીખો જાહેર

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે. રાજ્ય ચૂંટણી આયોગ કમિશનર એસ.મુરલીકૃષ્ણે પ્રેસ કોન્ફરન્સ કરીને તારીખો જાહેર કરી છે. રાજ્યની 66 નગરપાલિકાઓની ચૂંટણી માટે 16 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે. જ્યારે 18 ફેબ્રુઆરીએ મતગણતરી હાથ ધરાશે. ચૂંટણીના કાર્યક્રમ અંગે રાજ્યના ચૂંટણી કમિશનર હાલ પ્રેસ કોન્ફરન્સ સંબોધી રહ્યા છે.

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 1 ફેબ્રુઆરી સુધી ઉમેદવારી પત્રો ભરી શકાશે આ ઉપરાંત ચંટણી વિસ્તારોમાં આજથી જ આચારસંહિતા લાગુ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે કુલ 2178 બેઠકો પર આગામી 16 ફ્રેબુઆરીના મતદાન યોજાશે, જ્યારે 18 ફેબ્રુઆરીના રોજ મતગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી કાર્યક્રમમાંથી ધાનેરા નગરપાલિકાની બાકાત રાખવામાં આવી છે. નોંધનીય છે કે, રાજ્યમાં આવનારી સ્થાનિક ચૂંટણીઓમાં 27 ટકા ઓ.બી.સી., 14 ટકા એસ.ટી. અને 7 ટકા એસ.સી. અનામત બેઠકો રહેશે. 73 નગરપાલિતકાની સામાન્ય ચૂંટણીની સાથે રાજ્યની અન્ય 17 નગરપાલિકાની ખાલી પડેલી 24 બેઠકો પર પેટાચૂંટણી યોજાશે.

જૂનાગઢ મનપાની ટર્મ પૂર્ણ થઈ જતા તેની ચૂંટણી યોજાવાની છે. ત્યારે આજે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા જૂનાગઢ મનપાની સામાન્ય ચૂંટણીની તારીખો જાહેર કરશે. જૂનાગઢ મનપાની સાથે અમદાવાદ, ભાવનગર અને સુરત મહાનગરપાલિકામાં ખાલી પડેલી ત્રણ બેઠકો પર પેટાચૂંટણી યોજાશે. ખેડા અને બનાસકાંઠા જિલ્લા પંચાયતની ચૂંટણીઓ થવાની બાકી છે. પરંતુ, બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થયા બાદ હાલ ખેડા જિલ્લા પંચાયતની સામાન્ય ચૂંટણીની તારીખો જ જાહેર થાય તેવી શક્યતા છે. રાજ્યમાં ખેડા જિલ્લા પંચાયતની સાથે જિલ્લાની કઠલાલ અને કપડવંજ જ્યારે ગાંધીનગર જિલ્લાની ગાંધીનગર તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી યોજાશે જ્યારે અન્ય તાલુકા પંચાયતોની ખાલી પડેલી 92 બેઠકો પર પેટાચૂંટણી યોજાશે.