યુનિવર્સિટીઓમાં લોકપાલ નિમણૂક મામલો હાઈકોર્ટને આંગણે

અમદાવાદઃ રાજ્યની તમામ યુનિવર્સિટીઓમાં લોકપાલની નિમણૂકના મામલે ગુજરાત હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી કરવામાં આવી છે.

અરજદારે હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી કરીને એવી માગ કરવામાં આવી છે કે યુજીસીના વર્ષ ૨૦૦૦ના નિયમો મુજબ દરેક યુનિવર્સિટીમાં લોકપાલની નિમણૂક ફરજિયાતપણે કરવાની જોગવાઈ છે.

જો કે આ નિયમ છતાંય કોઈ સર્ચ કમિટીની રચના કરવામાં આવી નથી જેથી અંતે યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓની તકરાર નિવારણ કરવા માટે વર્ષોથી લોકપાલ પણ નથી તેથી સર્ચ કમિટી બનાવવા જાહેરહિતની અરજી કરવામાં આવી છે

જેમાં હાઇકોર્ટના જસ્ટિસ અનંત એસ.દવેએ સરકાર સહિતના પક્ષકારોને નોટિસ પાઠવી હતી. કેસની વધુ સુનાવણી હવે 1લી માર્ચના રોજ કરવામાં આવશે.