હિંમતનગરમાં રમખાણઃ 11-આરોપી 16-એપ્રિલ સુધી રીમાન્ડ પર

હિંમતનગરઃ ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં રામનવમીના દિવસે કરવામાં આવેલી હિંસાના સંબંધમાં પોલીસે 11 જણને અટકમાં લીધા છે અને એમને આજે સ્થાનિક કોર્ટમાં હાજર કર્યા હતા. કોર્ટે તમામ આરોપીઓને 16 એપ્રિલ સુધી રીમાન્ડ પર રાખવાનો આદેશ આપ્યો છે. સાત જણ સામે કોમી રમખાણ કરવાનો આરોપ મૂકાયો છે. દરમિયાન રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે હિંસાની ઘટનાના સંદર્ભમાં ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી અને અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવાની ગૃહ રાજ્યમંત્રીને આપી સૂચના છે.

ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર, ગયા રવિવારે હિંમતનગરના વણઝારવાસ વિસ્તારમાં બે કોમ વચ્ચે હિંસા ભડકી હતી. પથ્થરમારો કરી રહેલા લોકોને વિખેરવા પોલીસે અશ્રુવાયુ છોડ્યો હતો.

આણંદ જિલ્લાના ખંભાતમાં પણ રામનવમીના દિવસે કોમી હિંસાનો બનાવ બન્યો હતો. રામનવમીના સરઘસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. ત્યાં 9 જણની ધરપકડ કરવામાં આવી છે.