અમદાવાદઃ રાજ્યમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. આરોગ્ય વિભાગ દ્વારા સત્તાવાર જાહેરાત પ્રમાણેની પ્રેસનોટ પ્રમાણે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં કુલ 367 નવા કોરોના વાયરસનાં કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા 15572 થઇ ચુકી છે. જ્યારે 454 દર્દીઓ સાજા થઇ ચુક્યા છે. જેને લઇને 8001 કુલ સ્વસ્થ દર્દીઓને ડિસ્ચાર્જ પણ થઇ ચુક્યા છે. જો કે બીજી તરફ 22 દર્દીઓનાં મોત પણ નિપજ્યાં છે. જેના પગલે રાજ્યનો કુલ મૃત્યુ આંક 960ને પાર પહોંચ્યો છે. રાજયમાં કુલ-454 દદીઓ સાજા થઈને ઘરે ગયા છે. જેમાં અમદાવાદ જિલ્લામાંથી સૌથી વધુ 381 દદીઓને અને ત્યારબાદ સુરત જિલ્લામાંથી 21 દદીઓને રજા આપવામાં આવેલ છે. આ ઉપરાંત કચ્છ- 12, અરવલ્લી – 10, ગાંધીનગર -7, પાટણ- 6, જામનગર- 4, જુનાગઢ-3, અમરેલી, બનાસકાંઠા, અને સાબરકાંઠા-2-2, ખેડા અને વલસાડ-1-1 દદીઓને સાજા થતા રજા આપવામાં આવેલ છે. આજ દિન સુધી રાજ્યમાં કુલ 8003 દદીઓ સારી અને ગુણવત્તા સર્ર સારવારના પદરણામે સાજા થતા હોચસ્પટલમાંથી રજા આપવામાં આવેલ છે.