ગાંધીનગરઃ રાજ્યમાં ગરમીના પ્રકોપની સાથે કોરોનાનો પ્રકોપ પણ વધી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં નવા 398 કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 12,539 પર પહોંચી છે. તો છેલ્લા 24 કલાક દરમિયાન 30 લોકોના મૃત્યુ થયા છે. રાજ્યમાં અત્યાર સુધી કોરોના વાયરસથી 749 લોકોના મૃત્યુ થયા છે. તો સારવાર બાદ 5219 દર્દીઓ સાજા થયા છે.
છેલ્લા 24 કલાકમાં નોંધાયેલ 398 કેસોમાંથી અમદાવાદમાં સૌથી વધુ 271, સુરતમાં 37, વડોદરા અને મહીસાગરમાં 15-15, કચ્છમાં 5, અરવલ્લીમાં 4, ગાંધીનગર-બનાસકાંઠા-નવસારી-સુરેનદ્રનગરમાં 3-3, બનાસકાંઠા-આણંદ-ખેડા-વલસાડમાં 2-2, જામનગર-ભરૂચ-દાહોદ-જૂનાગઢ અને અન્ય રાજ્યમાં 1-1 કેસ પોઝિટિવ નોંધાયો હતો.
ગુજરાતમાં અત્યાર સુધી કોરોનાનાં કુલ પોઝિટિવ કેસોનાં આંક 12539 પર પહોંચ્યો છે. જેમાંથી 47 દર્દીઓ વેન્ટિલેટર પર છે. તો 6524 દર્દીઓની હાલત સ્થિર છે. અને ડિસ્ચાર્જનો કુલ આંક 5219 થયો છે. અને કુલ મોત 749 થયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 30 દર્દીના મોતમાંથી 15 લોકોનાં મોત પ્રાથમિક રીતે કોરોનાને લીધે, તો 15 લોકોને અન્ય પ્રકારની ગંભીર બીમારીઓ હતી. જ્યારે આજે સૌથી વધુ મોત અમદાવાદમાં નોંધાયા છે. અમદાવાદમાં 26, સુરત-ગાંધીનગર-પાટણ અને સાબરકાંઠામાં 1-1 દર્દીઓનાં મોત નિપજ્યા છે.