રાજ્યમાં કોરોનાના નવા 510 કેસઃ 31 દર્દીઓએ જીવ ગુમાવ્યા

અમદાવાદ: રાજ્યમાં લોકડાઉન બાદ અત્યારે અનલોકનો તબક્કો ચાલી રહ્યો છે. રાજ્યમાં અનલોકના આ તબક્કામાં કોરોના વાયરસના પોઝિટિવ કેસોમાં વધારો થતો જોવા મળી રહ્યો છે.

છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાનાં વધારે 510 પોઝિટિવ કેસો નોંધાયા છે. તો 31 દર્દીઓને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આ ઉપરાંત છેલ્લા 24 કલાકમાં 389 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યાં છે. રાજ્યમાં કોરોનાનાં કુલ કેસોનો આંક 25,658 પર પહોંચ્યો છે. જ્યારે મોતનો કુલ આંક 1592 થયો છે. અને ડિસ્ચાર્જનો કુલ આંક 17827 થયો છે.

રાજ્યમાં અમદાવાદમાં પોઝિટિવ કેસ 317, સુરત 82, વડોદરા 43, ગાંધીનગર 11, ભરૂચ 9, જામનગર 7, જુનાગઢ 1, ભાવનગર 4, રાજકોટ 1, આણંદ 6, પાટણ 5, ખેડા 1, બનાસકાંઠા 3, અરવલ્લી 5, સુરેન્દ્રનગર 1, અમરેલી 2, સાબરકાંઠા 3, બોટાદ 1, નવસારી 3, નર્મદા 1, મોરબી 1 અન્ય રાજ્ય 2 કેસ નોંધાયા હતા.