રાજ્યમાં કોરોનાના નવા 394 કેસઃ કુલ આંકડો 7797

અમદાવાદ : રાજ્યમાં કોરોના વાયરસના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 394 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ કેસની સંખ્યા 7797 પર પહોંચી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસથી સંક્રમિત થયેલા 2091 લોકો સાજા થયા છે. રાજ્યમાં કુલ મોતનો આંકડો 472 પર પહોંચ્યો છે.

છેલ્લા સાત દિવસની અંદર આજે ગુજરાતમાં કોરોનાને કારણે સૌથી ઓછા લોકોનાં મોત થયા છે. આજે કોરોનાને કારણે કુલ 23 લોકોનાં મોત થયા છે. જેમાંથી 8 લોકોનાં મોત માટેનું પ્રાથમિક કારણ કોરોના છે. તો બાકીનાં અન્ય 15 લોકોને અન્ય ગંભીર બીમારીઓ હતી. એક જ દિવસમાં 394 પોઝિટિવ કેસો નોંધાયા છે. તો આજે 219 જેટલાં લોકો સાજા થઈને ઘરે પરત ફર્યાં છે. ગુજરાતમાં હવે રિકવરીનો રેટ 457 ટકા થયો છે. ગુજરાતમાં કોરોના કેસોનો કુલ આંક 7797એ પહોંચ્યો છે.

આરોગ્ય અગ્રસચિવે જણાવ્યું કે, ગુજરાતમાં ઓછો મૃત્યુઆંક આજે મળ્યો છે. ગઈકાલે ભારત સરકારની દર્દીને ડિસ્ચાર્જ કરવાની નવી ગાઈડલાઈન મળી છે. જે મુજબ, દર્દીને ત્રણ દિવસ તાવ ન હોય તો આરસીપીસીઆર ટેસ્ટ વગર ડિસ્ચાર્જ કરી શકાશે. ભૂતકાળમાં એવા કેસ હતા કે દર્દી નોર્મલ હોય અને છતાં 10 વખત સુધી તેઓના ટેસ્ટ કરતા રહ્યા હતા. છતા ટેસ્ટ નેગેટિવ આવતો. તો પણ દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવતો ન હતો. હવે આઈસીએમઆરના ગાઈડલાઈન મુજબ ગુજરાતમાં નિર્ણય લેવામાં આવ્યો છે. હવે દર્દી ઓક્સિજન લઈ શકતો હોય એટલે કે શ્વાસ લેવામાં કોઈ મુશ્કેલી ન હોય તો આવું ન હોય તેવા લોકોને આ ડિસ્ચાર્જ આપી શકાય.

જીલ્લા અનુસાર કેસોની વાત કરીએ તો, અમદાવાદ 5540, વડોદરા 493, સુરત 854, રાજકોટ 66, ભાવનગર 94, આણંદ 77, ગાંધીનગર 119, પાટણ 24, ભરૂચ 28, નર્મદા 12, બનાસકાંઠા 77, પંચમહાલ 59, છોટાઉદેપુર 14, અરવલ્લી 71, મહેસાણા 42, કચ્છ 7, બોટાદ 53, પોરબંદર 3, ગીર-સોમનાથ 4, દાહોદ 20, ખેડા 29, મહીસાગર 44, સાબરકાંઠા 17, નવસારી 8, વલસાડ 6, ડાંગ 2, દ્વારકા 4, તાપી 2, જામનગરમાં 23, જૂનાગઢમાં 2, મોરબી,સુરેન્દ્રનગરમાં 1 કેસ નોંધાયો છે.