અમદાવાદઃ રાજ્યમાં આજે 390 પોઝિટિવ કેસ નોંધાયો છે. આ સાથે જ ગુજરાતમાં કોરોનાના કુલ પોઝિટિવ કેસનો આંકડો 7403 પર પહોંચી ગયો છે. તો અમદાવાદમાં 269 કેસ નવા નોંધાયા છે. તો આજના કુલ 24 મૃત્યુ નોંધાયા છે. રાજ્યમાં આજે 163 લોકોને ડિસ્ચાર્જ અપાયા છે. આ સાથે રાજ્યમાં અત્યાર સુધી કુલ 1872 ડિસ્ચાર્જ નોંધાયા છે. મૃત્યુ દરમાં ઘટાડો કરવા માટે રાજ્ય સરકાર ચિંતિત છે. કોરોના વાયરસ સામે કેન્દ્ર સરકાર દ્વારા નિષ્ણાત લોકો ખાસ વિમાન માર્ગે આજે રાત્રે અમદાવાદ આવશે. આવતીકાલ સાંજ સુધી દિલ્હીની ટીમ અમદાવાદ રહેશે. રાજ્યમાં અત્યાર સુધીમાં 14 લાખ 5387 કુલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. તો આજના દિવસે 4834 ટેસ્ટ કરાયા છે.
આજના કોરોનાનાં 390 કેસોની વાત કરીએ તો અમદાવાદમાં 269, વડોદરા-સુરતમાં 25, ગાંધીનગરમાં 9, બનાસકાંઠામાં 8, બોટાદમાં 3, ખેડા-જામનગર-સાબરકાંઠામાં 7, અરવલ્લીમાં 20 અને ભાવનગર-આણંદ-ગીર સોમનાથ- મહીસાગરમાં એક-એક પોઝિટિવ કેસ નોંધાયો છે.
રાજસ્થાનની તમામ બોર્ડર સીલ છે, મંજૂરી વગર પ્રવેશ નહીં મળે – શિવાનંદ ઝા રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ જણાવ્યું છે કે, કોરોના સંક્રમણથી બચવા માટે રાજ્યના નાગરિકો માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સિંગને આદત બનાવી જીવન શૈલીનો ભાગ બનાવશે તો ચોક્કસ સંક્રમણથી બચી શકાશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો છે.રાજ્યમાં લૉકડાઉનના ચુસ્ત અમલ સંદર્ભે વિગતો આપતા ડીજીપી શિવાનંદ ઝાએ ઉમેર્યુ કે, જે પરપ્રાંતીયો રાજસ્થાન જવા નીકળ્યા છે તે તમામને અપીલ છે કે રાજસ્થાન બોર્ડર સીલ કરાઇ છે એટલે પ્રવેશ મળશે નહીં સંબંધિત જિલ્લા કલેકટર કે ગૃહ વિભાગની મંજૂરી હશે તો જ પ્રવેશ મળશે એ સિવાય પ્રવેશ મળશે નહીં એટલે પરપ્રાંતીયોએ ત્યાં જવું હિતાવહ નથી.