રાજ્યમાં ગરમીનો પ્રકોપ વધ્યોઃ હજી વધવાની આગાહી

અમદાવાદઃ રાજ્યમાં ગરમીનો પ્રકોપ દિવસેને દિવસે વધી રહ્યો છે. એકતરફ કોરોનાનો કેર છે તો બીજી બાજુ ગરમીએ પણ માઝા મૂકી છે. જો કે, એવી વાત થતી હતી કે ગરમી વધશે એટલે કોરોનાનો પ્રકોપ ઓછો થઈ જશે. પરંતુ આવું કંઈજ બન્યુ નથી. ગરમીનો પારો સતત ઉંચો જઈ રહ્યો છે. ગુજરાતમાં સતત વધી રહેલી ગરમીને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી ત્રણ દિવસ સુધી ગરમીનો પ્રકોપ વધે તેવી શક્યતા છે. આગામી ત્રણ દિવસમાં પારો ડિગ્રીને પાર પહોંચે તેવી શક્યતાઓ છે.

મહત્વનું છે કે, એકતરફ લોકડાઉનના કારણે કોઈ જ વ્યક્તિઓ બહાર નિકળી શકતા નથી. ત્યારે મનુષ્યતો ઘરમાં પણ બેસી રહે પરંતુ અબોલ પશુ-પક્ષીઓને તકલીફ પડી શકે છે. ત્યારે દરેક વ્યક્તિએ શક્ય હોય ત્યાં પશુ-પક્ષીઓ માટે પણ પાણીની વ્યવસ્થા કરવી વર્તમાન સ્થિતિ અનુસાર જરુરી બની જાય છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]