સીએમ રુપાણી કાલે દિલ્હીમાં, ગુજરાતી સમાજ સંગઠનોને મળી…

ગાંધીનગર-મુખ્યપ્રધાન વિજય રૂપાણી આવતીકાલે ગુરુવારે મોડી સાંજે દિલ્હીમાં ગુજરાતી સમાજના વિવિધ સંગઠનો સાથે મુલાકાત બેઠક યોજવા જઈ રહ્યાં છે. તેમની સાથે કેન્દ્રીયપ્રધાન મનસુખ માંડવીયા પણ રહેશે. તેઓ દિલ્હી ખાતે શાહ ઓડિટોરિયમ, સિવિલ લાઇન્સ ખાતે મોડી સાંજે ૮ કલાકે ગુજરાતી સમાજના વિવિધ સંગઠનો સાથે બેઠકમાં ભાગ લેશે.

ફાઈલ તસવીર

લોકસભા ચૂંટણીના ૬ ઠ્ઠા તબક્કામાં 12 મેએ પ૯ સંસદીય મતક્ષેત્રો અને ૭ રાજ્યોમાં મતદાન થવાનું છે તેમાં દિલ્હી સંસદીય મતક્ષેત્રની ૭ બેઠકો માટે પણ મતદાન યોજાવાનું છે. જેને લઇને આ બેઠક યોજાઈ રહી છે. સીએમ રુપાણી આ સંદર્ભમાં વિવિધ ગુજરાતી સમાજ સંગઠનોને મળીને ભારતીય જનતા પાર્ટીના સમર્થન માટે બેઠક યોજશે.

મુખ્યપ્રધાન રુપાણી આવતીકાલે સાંજે દિલ્હી પહોચશે અને મોડી રાત્રે ગાંધીનગર પરત આવશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]