સેલિબ્રિટીઝ ખેલ્યાં ક્રિકેટ મેચ, આર્થિક નબળાં બાળકોના ભણતરમાં જશે ફંડ

અમદાવાદ– ઉડાન સંસ્થા દ્વારા અમદાવાદમાં ગુજરાત સેલિબ્રિટી ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝના નવોદિત કલાકારો અને ગાયક પાર્થિવ ગોહિલ અને અરવિંદ વેગડા ઉપસ્થિત રહ્યા હતા. વિવિધ સેલિબ્રિટીઓએ ક્રિકેટ મેચ રમીને ઉપસ્થિત સૌનું મનોરંજન પુરુ પાડ્યું હતું.

ઉડાન દ્વારા આયોજિત ગુજરાત સેલિબ્રિટી ક્રિકેટ મેચ એ ચેરિટી મેચ હતી, જેનો આશય ગુલબાઈ ટેકરાના આર્થિક પછાત બાળકોના શિક્ષણ માટે હતો. જેથી આ ક્રિકેટ મેચમાં ખુબ મોટી સંખ્યામાં ગુજરાત ફિલ્મના કલાકારો, ગાયકો, આયોજકો, ડીરેક્ટરો ઉપસ્થિત રહ્યા હતા.