ગુજરાત ATSની સફળતાઃ દાઉદના સાગરિતને ઝારખંડમાં પકડ્યો

અમદાવાદઃ ગુજરાત પોલીસની એન્ટી-ટેરરિઝમ સ્ક્વોડ (એટીએસ)ના જવાનોએ ભારતના મોસ્ટ વોન્ટેડ ગુનેગાર દાઉદ ઈબ્રાહિમના સાગરિત અબ્દુલ મજીદ કુટ્ટીને ઝારખંડના જમશેદપુરમાંથી પકડ્યો છે. મજદ 24 વર્ષોથી ફરાર હતો. ભારતની પોલીસ મજીદની 1996ની સાલથી શોધમાં હતી. એ મૂળ કેરળનો છે.

1996ની સાલમાં ગુજરાતમાં 106 પિસ્તોલ, 750 કારતૂસ અને ચાર કિલોગ્રામ આરડીએક્સ ઘૂસાડવામાં આવ્યું હતું. એ પ્રકરણના સંદર્ભમાં ગુજરાત એટીએસ મજીદને શોધતી હતી. આ કેસના સંબંધમાં અન્ય આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી, પણ મજીદ 24 વર્ષોથી હાથતાળી આપતો હતો. એ પોતાની ઓળખ છુપાવીને છેલ્લા અમુક વર્ષોથી ઝારખંડમાં રહેતો હતો. ગુજરાત એટીએસને આ વિશે બાતમી મળતા એમણે જમશેદપુરમાં તપાસ આદરી હતી અને છટકું ગોઠવીને એને ગઈ કાલે પકડી લીધો હતો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]