જીટીયુમાં 15 જૂનથી શરુ થશે ઓટોમેશન સેન્ટર ઑફ એક્સેલન્સ તાલીમ

અમદાવાદ: જીટીયુ દ્વારા 15મી જૂનથી ઓટોમેશનના સેન્ટર ઑફ એક્સેલન્સમાં અત્યાધુનિક તાલીમનો પ્રારંભ કરવામાં આવશે. જર્મનની કંપની બોશ રેક્સરોથના સહયોગથી સ્થપાયેલી પાંચ હાઇટેક લેબમાં વિદ્યાર્થીઓ ઉપરાંત પ્રાધ્યાપકો તેમજ કર્મચારીઓ અને અધિકારીઓને પણ તાલીમ અપાશે.

Guજીટીયુના વાઈસ ચાન્સેલર પ્રો. ડૉ. નવીન શેઠે આ મામલે માહિતી જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓને ઓટોમેશન, મોબાઈલ હાઇડ્રોલિક, ઓટોમોબાઇલ અને મોબાઈલ ઇલેક્ટ્રોનિક ટેકનોલોજીના ક્ષેત્રમાં પ્રેક્ટીકલ જ્ઞાન મળી રહે તે હેતુથી જીટીયુના ચાંદખેડા કેમ્પસ ખાતે વિશ્વકર્મા સરકારી એન્જિનિયરિંગ કોલેજમાં ઓટોમેશન ટેકનોલોજીને લગતું ઓફ એક્સેલન્સ સ્થાપવામાં આવ્યું હતું. તેમાં ઉપયોગમાં લેવાનારી સાધનસામગ્રી વિદેશથી આયાત કરવામાં આવી છે. ઉપકરણો વિશે તાલીમ આપનારી ટીમ તૈયાર કર્યા પછી હવે આગામી 15મી જૂનથી જીટીયુ સંલગ્ન કોલેજોના અને પ્રાધ્યાપકોને તેનો લાભ અપાશે. બીજા તબક્કામાં ઔદ્યોગિક એકમો તેમજ વિવિધ સંસ્થાઓના કર્મચારીઓ અને અધિકારીઓને પ્રોજેક્ટ ક્વોલિટી, રિસર્ચ, પ્રોડક્શન, ડિઝાઇન વગેરે બાબતની ટ્રેનિંગ આપવામાં આવશે.

શરૂઆતમાં સિવીલ સિવાયની તમામ એન્જિનિયરિંગ શાખાઓના પાંચમા અને છઠ્ઠા સેમેસ્ટરના વિદ્યાર્થીઓને તાલીમ આપવામાં આવશે. એક લેબોરેટરીમાં ત્રણ દિવસ એમ કુલ પાંચ લેબમાં ૨૦ દિવસની તાલીમ રહેશે. વિદ્યાર્થી પોતાના વિષય પ્રમાણે લેબમાં તે નક્કી કરી શકશે. આ પાંચ  લેબમાં, હાઇડ્રોલિક્સ, ન્યુમેટિક્સ, સેન્સરીક્સ, પ્રોગ્રામેબલ લોજીક કંટ્રોલર, રોબોટીક્સ અને મેકાટ્રોનિકસ વગેરેનો સમાવેશ થાય છે. આ લેબમાં તાલીમ ઉપરાંત નોલેજ ટ્રાન્સફર, રિસર્ચ પ્રોજેક્ટ, એપ્લિકેશન ઓરિએન્ટેડ રિસર્ચ અને વિવિધ પ્રકારના ઇનોવેશનને આવરી લેવામાં આવશે. લેબ ઉપલબ્ધ હોય તે મુજબ બેચદીઠ તાલીમ પૂરી પાડવામાં આવશે. રજીસ્ટ્રેશન માટે જીટીયુની વેબસાઇટ પર એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે આપવામાં આવેલી લીંક પર રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]