ગ્વાટેમાલામાં જ્વાળામુખી વિસ્ફોટ, 25ના મોત, 2 હજાર લોકોને સુરક્ષિત ખસેડાયા

ગ્વાટેમાલા- મધ્ય અમેરિકામાં સૌથી સક્રિય જ્વાળામુખીમાં જેની ગણના થાય છે તે ‘વોલ્કન ડે ફુગો’માં થયેલા વિસ્ફોટમાં ઓછામાં ઓછા 25 લોકોના મોત થયાના સમાચાર છે. જ્યારે 20 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ સક્રિય જ્વાળામુખીમાં એક વર્ષમાં આ બીજો વિસ્ફોટ થયો છે. વિસ્ફોટ બાદ લગભગ 2 હજાર લોકોને સુરક્ષિત સ્થાન પર ખસેડવામાં આવ્યા છે.જ્વાળામુખીમાંથી બહાર આવતી રાખ અને ધુમાડો આસપાસના ગામો ઉપર ફેલાઈ ગયા હતા. નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ સર્ગિયો કેબાસે જણાવ્યું કે, ગ્વાટેમાલા સિટીથી લગભગ 44 કિલોમીટર દૂર જ્વાળામુખી ફાટવાની ઘટના બાદ અનેક લોકો લાપતા થયા છે.

જ્વાળામુખીમાં વિસ્ફોટ થયા બાદ આશરે 12 હજાર 346 ફુટની ઊંંચાઇ સુધી રાખ ફેલાઈ ગઈ હતી. એર ટ્રાફિક અધિકારીઓએ રાખને કારણે વિમાનને થનારા સંભવિત નુકસાનને ધ્યાનમાં રાખીને રાજધાનીનું ઈન્ટરનેશનલ એરપોર્ટ પણ બંધ કરી દીધું છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]