GTUએ લર્નવર્ન સાથે MoU પર હસ્તાક્ષર કર્યા

અમદાવાદઃ રાજ્ય સરકાર દ્વારા 2007માં સ્થપાયેલી ગુજરાત ટેક્નિકલ યુનિવર્સિટી એક અગ્રણી શૈક્ષણિક અને રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે, જેણે નવા વિચારોને પ્રેરિત કર્યા છે. GTUએ લર્નવર્ન (Learnvern) સાથે ભાગીદારી માટે એક MoU પર હસ્તાક્ષર કર્યા છે. આ સમજૂતી હેઠળ learnvern.com બધા વિદ્યાર્થીએ 75થી વધુ કોર્સ નિઃશુલ્ક ઓફર કરશે. વધુમાં, લર્નવર્નના સ્પોકન ઇંગ્લિશ કોર્સને જે વિદ્યાર્થીઓ પૂરો કરશે, તેમને GTU તરફથી 100 ટકા મફત સર્ટિફિકેટ આપવામાં આવશે. આ કોર્સ દરેક વિદ્યાર્થીને અંગ્રેજી ભાષા પરના પ્રભુત્વમાં વધારો કરશે અને રોજગારીની તકોમાં પણ વધારો કરશે.

લર્નવર્ન એક ઓનલાઇન લર્નિંગ પ્લેટફોર્મ છે, જે સ્થાનિક ભાષામાં નોકરી સંબંધિત કોર્સ ઓફર કરે છે. હાલમાં એના પ્લેટફોર્મમાં 10 લાખ વિદ્યાર્થીઓ રજિસ્ટર્ડ છે. હાલમાં લર્નવર્ન પ્લેટફોર્મ પર સોફ્ટવેર ડેવલપમેન્ટ, IT, ગ્રાફિક્સ ડિઝાઇન, મેકેનિકલ એન્જિનિયરિંગ એન્જિનિયરિંગ, સિવિલ એન્જિનિયરિંગ, ડિજિટલ માર્કેટિંગ સહિત 75થી વધુ કોર્સ વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ છે. વળી, આ કોર્સ હિન્દીમાં કરાવવામાં આવે છે અને આ કોર્સિસ સૌથી શ્રેષ્ઠ તાલીમાર્થીઓ દ્વારા વિદ્યાર્થીઓને શીખવાડવામાં આવે છે, જેથી વિદ્યાર્થીઓને આ કોર્સ દ્વારા MNC અને સ્થાનિક કંપનીઓને ઊંચા પગારવાળી નોકરી શોધવામાં સક્ષમ બનાવે છે. લર્નવર્નએ AICTE અને NSDC સ્કિલ ઇન્ડિયા સાથે પણ ટ્રેનિંગ ભાગીદાર માટે કરાર કર્યા છે.  

આ સમજૂતી કરાર માટે GTUના વાઇસ-ચાન્સેલર ડો. નવીન શેઠે કહ્યું હતું કે વૈશ્વિકીકરણે અમારા વિદ્યાર્થીઓ માટે અનેક તકો ઊભી કરી છે. અમે વિદ્યાર્થીઓને નોકરીઓને ધ્યાનમાં રાખીને કુશળતાને વધારવા માટે લર્નવર્ન સાથે ભાગીદારી કરી છે. અમે GTUની સાથે ભાગીદારી કરવા માટે ઉત્સાહિત છીએ, જેથી વિદ્યાર્થીઓને જેમાં રસ છે, એવા વિષયોમાં તેમને વધુ કુશળ અને સક્ષમ બનાવી શકાય. અમારા બધા અભ્યાસક્રમો વેબસાઇટ પર અને એન્ડ્રોઇડ-iOS એપ પર ઉપલબ્ધ છે, જેમાં ઓફલાઇન ઉપયોગ માટે વિદ્યાર્થી વિડિયો ડાઉનલોડ કરી શકે છે, લર્નવર્નના સંસ્થાપક અને CEO નીરલ મોદીએ કહ્યું હતું.