ગીરઃ ગેરકાયદે સિંહ જોવા આવેલા પ્રવાસીઓ ઝડપાયા

જુનાગઢઃ ગીર જંગલના બાબરીયા રેન્જમાંથી 11 પ્રવાસીઓ ઝડપાયા છે. આ તમામ લોકો બાબરીયા રેન્જના પ્રતિબંધિત જંગલ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે સિંહ દર્શન કરવા માટે ઘુસ્યા હતા. વનવિભાગ દ્વારા કરવામાં આવી રહેલા પેટ્રોલિંગ દરમિયાન દીવના આ પ્રવાસીઓ ઝડપાઈ ગયા છે.

મહત્વનું છે કે અત્યારે ચોમાસાના ચાર મહિના દરમિયાન ગીરમાં સિંહ દર્શન પર પ્રતિબંધ હોય છે. અત્યારે સિંહોનો સંવનન કાળ હોય છે અને આ સમયે તેઓ વધુ આક્રમક હોય છે જેના કારણે ચોમાસાના ચાર મહિના દરમિયાન ગીરના જંગલમાં વેકેશન રાખવામાં આવે છે અને અહીંયા પ્રવાસીઓ સિંહ દર્શન માટે જઈ શકતા નથી.

ત્યારે વેકેશન હોવા છતા ગેર કાયદેસર જંગલમાં ઘુસેલા આ 11 પ્રવાસીઓને વન વિભાગના કર્મચારીઓ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા હતા અને તેમના પર કાયદેસરની કાર્યવાહી કરી તેમની પાસેથી 22 હજારનો દંડ પણ વસુલવામાં આવ્યો હતો.