કુંવરજીભાઈ સત્તાની લાલચમાં ભાજપમાં જોડાયાં છેઃ કોંગ્રેસ

અમદાવાદ– કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય કુંવરજી બાવળિયા ભાજપમાં જોડાવાને સઇને પ્રદેશ કોંગ્રેસમાં ખળભળાટ છે. ત્યારે પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ પ્રેસ કોન્ફરન્સ કરીને કુંવરજીભાઈ અને ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. કોંગ્રેસ પ્રમુખે ઉકળાટ ઠાલવ્યો હતો કે કોંગ્રેસે તેમના સીનીયર ધારાસભ્યને બધું જ આપ્યું છે, પણ તેઓ સત્તાની અને પ્રધાનપદની લાલસાથી ભાજપમાં જોડાયાં છે. વધુ પડતી તેમની મહત્વાકાંક્ષાથી તેઓ ભાજપ તરફ ગયા છે. અમિત ચાવડાએ કહ્યું હતું કે કુંવરજીભાઈની નારાજગી અંગે તેમણે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધી સાથે વાત કરી હતી. કુંવરજીભાઈ ખુદ નવી દિલ્હી જઈને રાહુલ ગાંધીને મળ્યા હતા. તમામ વાતો મોકળા મને થઈ હતી. તેમને પક્ષ તરફથી નવી જવાબદારીઓ સોંપવાની પણ વાત હતી. તેમ છતાં પ્રધાનપદની લાલસામાં તેઓ ભાજપમાં જોડાયા છે.
વિધાનસભાના વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ પણ ગાંધીનગરમાં પ્રેસ કોન્ફરન્સ બોલાવીને કહ્યું હતું કે ભાજપ સત્તાની લાલચ આપે છે. કોંગ્રેસમાં જરાય નારાજગી નથી. કુંવરજીભાઈએ કોંગ્રેસમાં પરિવારવાદ ફેલાવ્યો છે. અમારા નેતા રાહુલ ગાંધી ભાવf વડાપ્રધાન છે. ફરીથી હું કહું છે કોંગ્રેસ પક્ષમાં કોઈ વિવાદ નથી.