ગાંધીનગરઃ આવતા વર્ષે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ યોજાવાની છે. જેના ભાગરૂપે અત્યારથી જ તૈયારીઓ પુરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે. જાન્યુઆરી-૨૦૨૪માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણા અને માર્ગદર્શનમાં યોજાનારી ૧૦મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના પહેલાં રાજ્ય સરકારે વધુ પાંચ MoU કર્યા છે. મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં થયેલા આ પાંચ MoU દ્વારા કુલ રૂ.૧,૯૫ કરોડના સંભવિત મૂડી રોકાણો રાજ્યમાં આવશે. અત્યાર સુધી વિવિધ સાત તબક્કામાં કુલ ૧૩,૫૩૬ જેટલા MoU થયા છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં જે MoU થયા છે એમાં પ્લાસ્ટિક, ટેક્સટાઇલ, રિન્યુએબલ એનર્જી, ફૂડ પ્રોસેસિંગ અને પેકેજિંગ મટીરિયલ ક્ષેત્રે કરવામાં આવ્યા છે, જેમાં નવા એકમો સ્થાપવામાં આવશે. આ નવા એકમો થકી રાજ્યમાં રોજગારીનું સર્જન પણ થશેય
દિશાદર્શનમાં આગામી વાયબ્રન્ટ સમિટની શરૂઆત પૂર્વે જુલાઈ-૨૦૨૩થી અત્યાર સુધીમાં સાત તબક્કામાં કુલ રૂ. ૧૩,૫૩૬ કરોડના સંભવિત રોકાણો માટેના MoU થયા છે. આ MoU સાકાર થતાં ૫૦,૭૧૭ જેટલી નોકરીની તકો રાજ્યમાં ઊભી થશે.
ગુજરાત સરકારે આગામી જાન્યુઆરી 2024 માં વાયબ્રન્ટ સમિટનું આયોજન કર્યું છે. આ સમિટ પહેલાં જ રાજ્યમાં મોટા પાયે મૂડીરોકાણો આકર્ષવાના ઉદ્દેશ્ય સાથે રાજ્ય સરકારે ઉદ્યોગગૃહો સાથે દર સપ્તાહે MoU કરવાનો અભિગમ અપનાવ્યો છે, જેને ઉદ્યોગકારો તરફથી ખૂબ પ્રોત્સાહક પ્રતિસાદ મળી રહ્યો છે.
આજે… pic.twitter.com/FPzFQDEEoC
— Bhupendra Patel (@Bhupendrapbjp) September 20, 2023
સપ્તાહના પ્રારંભે MoU કરવાના આ પાંચ MoU અવસરે ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂત, મુખ્ય મંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાશનાથન, મુખ્ય સચિવ રાજકુમાર તથા અધિક મુખ્ય સચિવઓ અને વરિષ્ઠ સચિવો અને MoU કરનારા ઉદ્યોગ ગૃહોના પ્રતિનિધિઓ જોડાયા હતા.
વાઇબ્રન્ટ સમિટને વૈશ્વિક સ્તરે પ્રમોશન કરવાની છ IAS અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે. જેઆ તમામ છ IAS અધિકારી વિવિધ દેશોમાં જઈને સ્થાનિક ઉદ્યોગપતિઓ અને કંપનીઓ સાથે રોકાણના લક્ષ્યાંકો પૂરા કરવા પ્રયાસ કરશે.