જામનગરઃ શહેરમાં આજે વહેલી સવારે ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. સતત ચાર દિવસથી આવતાં ભૂકંપના આંચકાને કારણે સમગ્ર પંથકમાં ભારે ડરનો માહોલ છવાઈ ગયો છે. આજે ભાવનગરમાં સતત ચોથા દિવસે ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 2.8 અને 2.1 નોંધાઈ હતી.
જામનગરમાં આજે સવારે 6.096 વાગ્યે પહેલો આચંકો અનુભવાયો હતો. અને 7.11 વાગ્યે બીજો આચકો અનુભવાયો હતો. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.8 અને 2.1 નોંધાઈ હતી. વહેલી સવારે જ ધરા ધ્રૂજતાં ગુલાબી ઠંડીમાં મસ્ત ઊંઘી રહેલાં લોકો ડરના માર્યા જાગી ગયા હતા અને ઘરની બહાર દોડી આવ્યા હતા. આ ભૂકંપનું કેન્દ્ર બિન્દુ કાલાવાડના બેરાજા અને સરવાણિયા ગામ પાસે નોંધાયું હતું.
ઉલ્લેખનીય છે કે, જામનગરમાં સતત 4 દિવસથી ભૂકંપના આચંકા અનુભવાતા લોકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ચાર દિવસની અંદર જામનગરમાં ભૂકંપના સાત હળવા આંચકા અનુભવાયા છે. સતત નોંધાઈ રહેલા ભૂકંપના આંચકાને કારણે લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો છે.