દ્વારકાના શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતી (99)નું નિધન

નરસિંહપુર (મધ્ય પ્રદેશ): ગુજરાતના દ્વારકા શારદા પીઠના શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીનું નિધન થયું છે. તેઓ 99 વર્ષના હતા. એમણે મધ્ય પ્રદેશના નરસિંહપુરમાં એમના આશ્રમમાં આજે બપોરે લગભગ 3 વાગ્યે આખરી શ્વાસ લીધો હતો.

અમુક દિવસો પહેલાં જ સ્વામીએ એમનો 99મો જન્મદિવસ ઉજવ્યો હતો. એમનો જન્મ 1924ની 2 સપ્ટેમ્બરે થયો હતો. તેઓ ગુજરાતના દ્વારકા અને જ્યોતિર્મઠ પીઠના શંકરાચાર્ય હતા.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]