છેલ્લા પાંચ વર્ષથી ‘શ્રી દિલ્હી ગુજરાતી સમાજ’ દ્ધારા મંગલ મિલન લગ્ન પરિચય સંમેલનનું સફળ આયોજન કરવામાં આવે છે. આ સફળતા બાદ ફરી એક વાર આગામી માર્ચ મહિનામાં મંગલ મિલનનું આયોજન કરવામાં આવશે.
નોંધનીય છે કે ૩૧-૩-૨૦૨૪ના રોજ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે મંગલ મિલન લગ્ન પરિચય સંમેલન ભારતભરના વિવિધ ગુજરાતીઓ સાથે સંપર્ક સાધીને વિવાહ યોગ્ય યુવક-યુવતીઓને મંચ આપવાનો એક પ્રયત્ન છે.
વતનથી દૂર જુદા-જુદા પ્રાંતોમાં રહેતા ગુજરાતી પરિવારોમાં આપણી સંસ્કૃતિ, રહેણીકરણીને ભાષા, શોખ અને કેળવણીને અનુકૂળ જીવનસાથી મળી રહે એ માટે દિલ્હી ગુજરાતી સમાજ પ્રયાસ કરે છે.
આજના યુવાનો કેરિયરમાં ગોઠવાઈને પરિપક્વ થયા પછી પ્રભુતામાં પગલાં પાડવાનો વિચાર કરે છે, જેમાં તેમની પસંદગી માટે મંગલ મિલન પરિચય સહાયરૂપ થાય છે. મંગલ મિલન પરિચય સંમેલન દેશનાં વિવિધ સ્થળોએ વસતાં ગુજરાતીઓ સાથે સંપર્ક સાધીને વિવાહ યોગ્ય યુવક-યુવતીઓને મંચ આપવાનો પ્રયાસ છે. તમારા વિવાહ યોગ્ય પાત્રનું રજિસ્ટ્રેશન કરાવો. આપ આપનું રજિસ્ટ્રેશન ગૂગલ ફોર્મ ભરીને પણ કરી શકો છો.
આ પરિચય સંમેલનમાં વિવાહ યોગ્ય ગુજરાતીઓ ભાગ લઈ શકશે. આ માટેનું રજિસ્ટ્રેશન ફોર્મ સમાજની ઓફિસમાં ઉપલબ્ધ છે. આ રજિસ્ટ્રેશન ફોર્મ 28 ફેબ્રુઆરી, 2024 સુધી સમાજની ઓફિસમાં જમા કરાવવું ફરજિયાત છે.
સમાજના પ્રમુખ સચિન શાહે કહ્યું કે, આ માટેની રજિસ્ટ્રેશન ફી રૂ. 500 છે. બહારગામથી આવવાવાળાની વ્યવસ્થા સ્વખર્ચે સમાજના અતિથિ ભવનમાં કરવામાં આવશે જો કે એની જાણ પહેલેથી કરવાની રહેશે.
નીચે આપેલી લિંક ઓપન કરી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે
https://docs.google.com/forms/d/e/1FAIpQLScnZQtRAxHcSlfc2Zi7Kb0Cf5HyhaE5hZvhY4Xwx86_QE5U8Q/viewform?usp=sf_link
