અમદાવાદ: દા નાંગ સિટીના પર્યટન વિભાગે વિયેટજેટ એર સાથે ભાગીદારીમાં 17 ફેબ્રુઆરી, 2025 ના રોજ ગુજરાતના અમદાવાદ ખાતે દા નાંગ ટુરિઝમ રોડ શોનું આયોજન કર્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં વિયેતનામના પારંપારિક પોષાકમાં પારંપારિક નૃત્ય સાથે તમામનું સ્વાગત કરવામાં આવ્યું હતું. “એન્જોય દા નાંગ ડાયવર્સ એક્સપિરિયન્સ” એ દા નાંગનો પ્રવાસન પ્રત્યેનો વ્યૂહાત્મક અભિગમ છે, આ ઇવેન્ટ બે શહેરો વચ્ચે પ્રવાસન સંબંધોને વધુ મજબૂત બનાવવા અને ઓક્ટોબર 2024 માં શરૂ થયેલી અમદાવાદ – દા નાંગ ની સીધી ફ્લાઇટના લોન્ચની ઉજવણી કરવાની તક છે.
દા નાંગ ટુરિઝમ પ્રમોશન સેન્ટરના ડેપ્યુટી ડિરેક્ટર હુયન્હ થી હુઓંગ લાને જણાવ્યું હતું કે “દા નાંગના પ્રવાસન ક્ષેત્ર માટે અમારી વિકાસ યોજનાઓમાં ભારત મુખ્ય ભૂમિકા ભજવે છે. અમે ભારતીય પ્રવાસીઓની રુચિ અને અપેક્ષાઓ અનુસાર અનુકૂલન કરવા માટે પ્રતિબદ્ધ છીએ, અને આ બજારમાં દા નાંગ વધુ સુલભ અને આકર્ષક સ્થળ બની રહેશે તેની ખાતરી આપીએ છીએ.”
વર્ષ 2022 થી, ભારતે દા નાંગ માટે ટોચના 5 આંતરરાષ્ટ્રીય સ્ત્રોત બજારોમાં સ્થાન મેળવ્યું છે. લેને ભારતીય પ્રવાસીઓમાં દા નાંગની વધતી માંગ પર પ્રકાશ પાડતા શેર કર્યું હતું કે, “વિયેતનામની મુલાકાત લેતા દર બે ભારતીય પ્રવાસીમાથી એક પ્રવાસીએ દા નાંગને તેમના પ્રવાસન સ્થળ તરીકે પસંદ કર્યું છે.”
દા નાંગ ઝડપથી ભારતીય પ્રવાસીઓ માટે પસંદગીનું સ્થળ બની રહ્યું છે. . સીધી ફ્લાઇટ સેવાએ ગુજરાતથી ભારતીય પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર ફાળો આપ્યો છે. ઓક્ટોબર 2024 થી, વિયેતજેટ એરએ દા નાંગ અને અમદાવાદ વચ્ચે 75 ફ્લાઇટ્સ ચલાવી છે, અને 8,600 થી વધુ મુસાફરોને સેવા આપી છે.
