પ્રસંગમાંથી પાછાં ફર્યાં, ઘર પાસે જ હત્યાનો ભોગ બન્યાં પતિપત્ની

અંબાજી– યાત્રાધામ અંબાજી નજીકના જેતવાસ ગામમાં હત્યાનો બનાવ પંથકમાં ચકચાર મચાવી રહ્યો છે. ગત રાત્રે એક આદિવાસી યુવક અને તેની પત્ની સામાજિક પ્રસંગમાં હાજરી આપી પરત ઘેર ફરી રહ્યાં હતાં ત્યારે કોઇ અજાણ્યા ચાલકે બાઇક અટકાવીને બાઇકસવાર પતિપત્ની પર હુમલો બોલી દીધો હતો. અજાણ્યાં બાઇકચાલકે એક ફૂટ લાંબા છરા વડે આ બંને પર હુમલો કર્યો હતો. હુમલા દરમિયાન બૂમાબૂમ થવાથી આસપાસના લોકો અને સંબંધીઓ આવી ગયાં હતાં અને ઘાયલ પતિપત્નીને દવાખાને સારવાર માટે ખસેડ્યાં હતાં. જ્યાં બાઇકચાલક યુવક ઘના નવા ડુંગાઇચાને અમદાવાદ સિવિલમાં લવાયો હતો જ્યાં સારવાર દરમિયાન  તેનું મોત નીપજ્યું છે જ્યારે યુવકની પત્ની ઇન્દિરા ડુંગાઇચાને પાલનપુરમાં દવાખાને સારવાર અપાઇ રહી છે. પોલિસે આજે ફરિયાદ નોંધાવાતાં પીએસઆઈ કે એસ ચૌધરીએ તપાસના ચક્ર ગતિમાન કર્યાં હતાં અને હુમલામાં વપરાયેલો છરો કબજે કરી હુમલાખોરોની શોધ શરુ કરી હતી. તસવીર-અહેવાલ ચિરાગ અગ્રવાલ, અંબાજી

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]