અમદાવાદઃ દેશમાં કોરોના વાઇરસનું સંક્રમણ હજી ખતમ નથી થયું. બીજી લહેર એના પિક પર હતી, ત્યારે દેશમાં સંક્રમણના કેસો અને મોતના આંકડા ઝડપથી વધારો થયો હતો. ગુજરાતમાં પણ એવું થયું હતું, પણ સરકારે કોરોનાથી મોતના આંકડા છુપાવવાના પ્રયાસ કર્યા હતા. આ વાતનો ખુલાસો એક અભ્યાસમાં થયો હતો.
ધ ટેલિગ્રાફના એક અહેવાલ મુજબ એક અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો હતો કે ગુજરાતમાં થયેલાં મોતોની સંખ્યાનો આંકડો છુપાવવામાં આવી હતી. સંશોધનકર્તાઓએ એક અભ્યાસમાં કહ્યું હતું કે ગુજરાત નગરપાલિકાઓમાંથી 54ના આંક઼ા રાજ્યમાં સત્તાવાર કોવિડ-19ની મૃત્યુની સંખ્યા અનેક ગણી વધુ છે. આ અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો હતો કે એપ્રિલ, 2021માં ગુજરાતમાં અપેક્ષાથી 480 ટકા વધુ મોત થયાં છે. એ વિશ્વમાં એક મહિનામાં નોંધાયેલી મોતોથી સૌથી વધુ ટકાવારી વધારો છે. એપ્રિલ, 2020માં ઇક્વાડોરમાં કોવિડથી થનારી મોતો પર 411 ટકાનો વધારો જોવા મળ્યો હતો. એપ્રિલ, 2021માં પેરુમાં 345 ટકાનો વધારો થયો હતો. એ બંનેથી ગુજરાતમાં મોતની ટકાવારી વધુ છે.
એ દરમ્યાન એપ્રિલના પ્રારંભમાં રાજ્યમાં દૈનિક ધોરણે કેસો 24000થી છ ગણા વધીને મહિનાના અંતમાં આશરે 14,000 થયા હતા. સંશોધનકર્તાઓએ ડેટા નાગરિક મૃત્યુ રજિસ્ટરથી લીધા છે. તેમના મુજબ માર્ચ, 2020 અને એપ્રિલ, 2021ની વચ્ચે 54 નગરપાલિકાઓમાં આશરે 16,000 વધારાનાં મોત થયાં છે. દેશના આરોગ્ય મંત્રાલય કોવિડ-19 મૃત્યુદરના આંકડા રાજ્યો પર નિર્ભર છે. મંત્રાલયના આંકડા મુજબ ગુરુવાર સુધી ગુજરાતમાં 10,080 મોત થયાં છે, જ્યારે દેશમાં અત્યાર સુધી 4,36,000 મોત થયાં છે.