સૌરાષ્ટ્રમાં કોરોના કેસોમાં ઉછાળોઃ 329 કેસ નોંધાયા

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં કોરોનાનું સંક્ર્મણ વધી રહ્યું છે. સૌરાષ્ટ્રમાં એક જ દિવસમાં 329 કેસ નોંધાયા છે. વળી, કોરોનાને લીધે નવ દર્દીનાં મોત થયાં છે. રાજ્યમાં કોરોનાના કેસનો આંકડો ત્રણ લાખ પર પહોંચવામાં આવ્યો છે. કોરોનાના સૌથી વધુ કેસ અમદાવાદ અને સુરતમાં નોંધવામાં આવ્યા છે.

સૌરાષ્ટ્રમાં સૌથી વધુ કેસ રાજકોટમાં 164 નોંધાયા છે. એ પછી જામનગરમાં 47, અમરેલીમાં 20, જૂનાગઢ સાત અને મોરબીમાં 19, કેસ નોંધવામાં આવ્યા છે. કોરોનાનું સંક્ર્મણ વધતા સૌરાષ્ટ્રમાં વધુ 2.20 લાખ રસીના ડોઝ ફાળવવામાં આવ્યા છે. કોરોના કેસોમાં વધારો થતાં સરકારે રસીકરણ ઝુંબેશ ઝડપી બનાવવા આદેશ આપ્યો છે.

કોરોનાના કેસો એક મહિનામાં ચાર ગણા કેસ વધ્યા છે. રાજ્યમાં કોરોનાના વધતા કેસોને ધ્યાનમાં લેતાં હોળીના તહેવાર સંદર્ભે પરંપરાગત રીતે મર્યાદિત સંખ્યા સાથે હોળી પ્રગટાવી શકાશે. વળી, કોરોના સબંધમાં પ્રવર્તમાન ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન થાય એ અંગે આયોજકોએ તકેદારી રાખવાની રહેશે.