ગાંધીનગરઃ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેક્નોલોજી ગાંધીનગર દ્વારા 27 ઓક્ટોબરે દીક્ષાંત સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દીક્ષાંત સમારોહની શરૂઆત દીપ પ્રાગટ્ય, “સર્વ ધર્મ પ્રાર્થના” અને “સરસ્વતી વંદના”થી થઈ. પ્રો. ડો. સમીર સૂદ, કેમ્પસ ડિરેક્ટરે સ્વાગત પ્રવચન કર્યું તથા શૈક્ષણિક અહેવાલ રજૂ કર્યો હતો.
પ્રો. ડો. સમીર સૂદે તેમના શૈક્ષણિક અહેવાલમાં ઉલ્લેખ કર્યો છે કે 2023ના વર્ગમાં 184 સ્નાતક વિદ્યાર્થીઓ અને 82 અનુસ્નાતક વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે જેમણે તેમની શૈક્ષણિક સફર પૂર્ણ કરી છે અને તેઓ ઉદ્યોગ જગતના પડકારોનો સામનો કરવા તથા તેની વૃદ્ધિમાં યોગદાન આપવા તૈયાર છે.
નિફ્ટ-ગાંધીનગરના નિયામક, પ્રો. ડો. સમીર સૂદે જણાવ્યું હતું કે શૈક્ષણિક કાર્યોની સાથે-સાથે કેમ્પસે વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ પણ કરી છે. નિફ્ટ-ગાંધીનગર કેમ્પસના કેટલાક નોંધપાત્ર પ્રયાસો અને સિદ્ધિઓ અહીં નીચે પ્રમાણે છે,
(a) નિફ્ટ-ગાંધીનગર કેમ્પસને ET એસેન્ટ દ્વારા વર્ષ 2023 માટે “એજ્યુકેશન લીડરશિપ એવોર્ડ”થી સન્માનિત કરવામાં આવ્યું.
(b) કેમ્પસે બંને સંસ્થાઓ માટે નવી શક્યતાઓ માટે દ્વાર ખોલીને, શૈક્ષણિક સહયોગ અને સંયુક્ત સંશોધન પ્રયાસોને પ્રોત્સાહન આપવા માટે ભારતીય ઉદ્યોગ સાહસિક વિકાસ સંસ્થા સાથે સમજૂતી કરાર (એમઓયુ) કર્યા.
આ મહાનુભાવોની ઉપસ્થિતિમાં પદવી અને એવોર્ડ વિતરણ સમારોહનો પ્રારંભ થયો હતો. ફેશન ડિઝાઇન, ફેશન કોમ્યુનિકેશન, ટેક્સટાઇલ ડિઝાઇન, એસેસરી ડિઝાઇન, ફેશન મેનેજમેન્ટ અને ફેશન ટેક્નોલોજી અને માસ્ટર ઓફ ડિઝાઇનના સ્ટ્રીમમાંથી કુલ 266 વિદ્યાર્થીઓએ સ્નાતક થયા. કુલ 184 વિદ્યાર્થીઓને તેમની સ્નાતકની ડિગ્રી આપવામાં આવી હતી અને 82 વિદ્યાર્થીઓએ તેમની માસ્ટર્સ ડિગ્રી પ્રાપ્ત કરી હતી. 2023ના વર્ગની વિભાગવાર વિગતો નીચે મુજબ છે:
ડિપાર્ટમેંટ | વિદ્યાર્થીઓની સંખ્યા |
સ્નાતક પ્રોગ્રામ | |
એક્સેસરી ડિઝાઇન (Accessory Design) | 37 |
ફેશન કમ્યુનિકેશન (Fashion Communication) | 40 |
ફેશન ડિઝાઇન (Fashion Design) | 37 |
ટેક્સટાઇલ ડિઝાઇન (Textile Design) | 38 |
ફેશન ટેક્નોલોજી (Fashion Technology(Bachelors)) | 32 |
માસ્ટર પ્રોગ્રામ | – |
ફેશન મેનેજમેંટ (Fashion Management | 36 |
ફેશન ટેક્નોલોજી Fashion Technology (Masters) | 13 |
માસ્ટર ઓફ ડિઝાઇન Master of Design | 33 |
કુલ | 266 |
આ દીક્ષાંત સમારોહ અને ખાદી મહોત્સવ પ્રદર્શન NIFT ગાંધીનગર અને ખાદી મહોત્સવ માટે સીમાચિહ્નરૂપ વર્ષગાંઠનું પ્રતિનિધિત્વ કરે છે, જે મહાત્મા ગાંધીના કાયમી વારસા અને ભારતની સ્વતંત્રતાની લડાઈના પ્રતીક તરીકે ખાદીના તેમના વિઝનને આદર આપે છે.