અમદાવાદઃ શહેરમાં ગાંધી આશ્રમની સામે આજે ગુજરાત કોંગ્રેસ દ્વારા ‘મૌન સત્યાગ્રહ’નું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા અમદાવાદ શહેરના ગાંધી આશ્રમની સામે ‘મૌન સત્યાગ્રહ’નું આયોજન કરવામાં આવ્યું હતું. સત્ય અહિંસા અને નિર્ભયતાના સાથે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારની નીતિઓ સામે વિરોધ કરવાનું આહવાન કર્યું હતું. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને માનહાનિ કેસમાં હાઈકોર્ટના ચુકાદા બાદ કોંગ્રેસ દ્વારા ધરણાં યોજવામાં આવ્યાં છે.
રાહુલ ગાંધીને મોદી સરનેમને લઈ ચાલી રહેલા માનહાનિ કેસમાં હાઈકોર્ટે સજા પર સ્ટે માગતી અરજીને ફગાવી દીધી હતી. કોંગ્રેસના કાર્યકરોએ અપેક્ષાથી વિપરીત નિર્ણય આવતાં વિરોધ નોંધાવ્યો છે.
લોકશાહીના તમામ ધોરણોને તોડીને મોદી સરકાર રાહુલ ગાંધીને ગૃહની બહાર રાખવા માંગે છે.
ભાજપના આ ષડયંત્ર સામે કોંગ્રેસના આગેવાનો તેમજ કાર્યકરોનો મૌન સત્યાગ્રહ. pic.twitter.com/KaVMEcit5f— Gujarat Congress (@INCGujarat) July 12, 2023
ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, અર્જુન મોઢવાડિયા, ભરતસિંહ સોલંકી, જગદીશ ઠાકોર, અમિત ચાવડા, સિદ્ધાર્થ પટેલ ,મધુસુદન મિસ્ત્રી, અમીબેન યાજ્ઞિક, હિંમતસિંહ પટેલ સહિત અગ્રણી નેતાઓ, હોદ્દેદારો અને કાર્યકર્તાઓ જોડાયા હતા.
રાહુલ ગાંધીને થયેલી સજા અને CBI- ED જેવી સંસ્થાઓના દુરુપયોગ જેવી અનેક બાબતો સામે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કોંગ્રેસ સમિતિએ કાળી પટ્ટી બાંધી દિવસ દરમિયાન ‘મૌન સત્યાગ્રહ’ કર્યો હતો. કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા મૌન સત્યાગ્રહને જોવા માટે નીચેનો વિડિયો ક્લિક કરો…
(પ્રજ્ઞેશ વ્યાસ)