સ્થાનિક ચૂંટણીમાં કોંગ્રેસની 142 ઉમેદવારોની યાદી જાહેર  

અમદાવાદઃ આ મહિનાના અંતમાં બે તબક્કામાં સ્થાનિક નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે અમદાવાદ સિવાય પાંચ નગરપાલિકાના વિવિધ વોર્ડો માટે 142 ઉમેદવારોની પહેલી યાદી જારી કરી છે. આ યાદીમાં સુરત, વડોદરા, રાજકોટ, જામનગર અને ભાવનગર નગરપાલિકાના વિવિધ વોર્ડો માટે ઉમેદવારોનાં નામ સામેલ છે.

આ 142 ઉમેદવારોમાં કોંગ્રેસ સુરત નગર નિગમ માટે 52, વડોદરા માટે 20, રાજકોટ માટે 22, જામનગર માટે 27 અને ભાવનગર નગરપાલિકા માટે 21 ઉમેદવારોનાં નામ જાહેર કરવામાં આવ્યા છે. ભાજપે અત્યાર સુધી ચૂંટણી માટે ઉમેદવારોની યાદી જાહેર નથી કરી.

આમ આદમી પાર્ટીએ સ્થાનિક મગરપાલિકાની ચૂંટણી માટે સેંકડો ઉમેદવારોની ચાર યાદી જારી કરી છે. જ્યાં પાર્ટી બધી બેઠકો પર પહેલી વાર ચૂંટણી લડી રહી છે.

સ્થાનિક ચૂંટણીમાં એઆઇએમઆઇએમ પણ મેદાનમાં ઊતરશે. સ્થાનિક ચૂંટણી 21 અને 28 એમ બે તબક્કામાં થવાની છે. છ નગરપાલિકાની ચૂંટણી 21 ફેબ્રુઆરીએ થશે અને 28 ફેબ્રુઆરીએ નગરપાલિકાઓ, જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતની ચૂંટણી થશે. આ ચૂંટણીનું પરિણામ 23 3 ફેબ્રુઆરીએ અને બીજા તબક્કાનાં પરિણામો બીજી માર્ચે જાહેર થશે.

ગુજરાત કોંગ્રેસમાં ઉમેદવારોની યાદી જાહેર થયા પછી નારાજગી પ્રવર્તી રહી છે. સુરત અને રાજકોટમાં કાર્યાલય બહાર કાર્યકર્તાઓ દ્વારા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો હતો.રાજકોટમાં પણ ટિકિટ મુદ્દે પક્ષની અંદર આંતરકલહ જોવા મળ્યો છે.

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]