સાબરમતીના કાંઠે નિર્માણ પામેલા રિવરફ્રન્ટ હાઉસનું CM રૂપાણીના હસ્તે લોકાર્પણ

અમદાવાદ- સાબરમતી નદીના કાંઠે બનેલા રિવરફ્રન્ટ હાઉસનું આજે સીએમ વિજય રૂપાણીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. આ હાઉસ 50 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે. લોકાર્પણ પહેલા રિવરફ્રન્ટ હાઉસને રોશનીથી ઝગમગાટ કરી મૂકવામાં આવ્યું હતું.

સાબરમતી નદીના કાંઠે બનેલું રિવરફ્રન્ટ હાઉસ 1,901 ચોરસ મીટરના વિસ્તારમાં પથરાયેલું છે. આ હાઉસ નહેરુ બ્રિજની વચ્ચે તેમજ વલ્લભસદનની પાછળ બનાવવામાં આવ્યું છે. રિવરફ્રન્ટ હાઉસનું ગ્રાઉન્ડ ફ્લોર, 5 માળ અને ત્રણ ભોંયરાનું મળીને કુલ 16,594 ચોરસ મીટર બાંધકામ કરવામાં આવ્યું છે. ભોંયરાના હાઉસમાં 13મી ઊંડાઇ સુધી ખોદાણ કરી ડાયાફ્રામ વોલનું બાંધકામ કરવામાં આવ્યું છે. રિવરફ્રન્ટ હાઉસના પાર્કિગ એરિયામાં 156 સ્કૂટર અને 56 કાર પાર્ક કરી શકાશે.

રિવરફ્રન્ટ હાઉસના બીજા માળ પર રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લી.ની ઓફિસ રહેશે. પ્રથમ, ત્રીજો, ચોથો અને પાંચમો માળા ખાનગી સંસ્થાઓ ભાડે આપવામાં આવશે.

આ ઉપરાંત આજે મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે નવીનીકરણ પામેલ ખાદી ગ્રામોધોગ ભવન – ખાદી સરિતાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું , તેમજ શાહીબાગ ખાતે લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોના નવનિર્મિત ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કહ્યું કે ખાદી એ વસ્ત્ર નહીં એક વિચાર છે. લાખો પરિવારોમાં ખાદી રોજગાર સર્જનનું માધ્યમ બની છે. આજના સમય માં પણ ગાંધી જીવંત છે. મુખ્યપ્રધાને આગામી વર્ષે રાજ્ય સરકાર ખાદી કાંતનારા અને ખાદી ખરીદનારા લોકો માટે પ્રોત્સાહક સ્કીમ શરૂ કરશે તેવી નેમ વ્યક્ત કરી હતી.

આ સિવાય આજે મુખ્યમંત્રી એપ્રેન્ટિસશીપ તાલીમ યોજના અંતર્ગત એક કાર્યક્રમ યોજાવામાં આવ્યો હતો, જેમાં 8500 યુવાનોને કરાર એનાયત પત્રનું વિતરણ કરવામાં આવ્યું હતું. મુખ્યપ્રધાને કહ્યું કે,ઈમ્પોર્ટને કારણે આપણે ઘણું સહન કર્યું હવે મેઇક ઈન ઇન્ડિયા અનવયે આ દેશની ધરતી પર જ નવીનતમ ટેકનોલોજી સાથે શ્રેષ્ઠ ઉત્પાદન કરવાના છે. આ માટે નવી ટેકનોલોજીને અનુરૂપ 140 જેટલા નવા કોર્ષ  દરેક તાલુકા મથકે ITI સાથે શરૂ કર્યા છે.

મુખ્યપ્રધાને જાહેર કર્યું કે ગુજરાતમાં જે ઉદ્યોગો કે સર્વિસ સેક્ટરમાં સાહસો ઉદ્યોગો આવશે તેમણે 80 ટકા ગુજરાતીઓને રોજગાર આપવા તેમજ જે વિસ્તારમાં તે સ્થપાય ત્યાંના 25 ટકા સ્થાનિક લોકોને રોજગાર અવસર આપવા પડશે તેવો રાજ્ય સરકારે યુવા રોજગારલક્ષી નિર્ણય કર્યો છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]