સેમસંગે ભારતમાં લોન્ચ કર્યો ગેલેક્સી A7; આ સ્માર્ટફોનની કિંમત છે રૂ. 23,990

નવી દિલ્હી – સેમસંગ ઈન્ડિયાએ તેનો ગેલેક્સી A7 સ્માર્ટફોન આજે ભારતમાં લોન્ચ કર્યો છે. આ ફોન ટ્રિપલ રીયર કેમેરાવાળો છે.

આ ફોન કાળા, બ્લુ અને ગોલ્ડ રંગોમાં ઉપલબ્ધ છે.

ગેલેક્સી A7 ફોન સપ્ટેંબરના અંતભાગથી ભારતમાં 1,80,000 આઉટલેટ્સમાં ઉપલબ્ધ થશે.

ફ્લિપકાર્ટ પર 27 અને 28 સપ્ટેંબરે સ્પેશિયલ પ્રીવ્યૂ સેલ દરમિયાન તેમજ સેમસંગ ઈ-શોપ અને બેંગલુરુમાં સેમસંગ ઓપેરા હાઉસમાં તે ઉપલબ્ધ થશે.

સેમસંગ ઈન્ડિયાના મોબાઈલ બિઝનેસના સિનિયર વાઈસ-પ્રેસિડન્ટ મોહનદીપ સિંહે પત્રકાર પરિષદમાં કહ્યું કે અમારો આ ફોન ભારતમાં માર્કેટમાં આગવી છાપ ઊભી કરશે અને અમારી ‘A’ સીરિઝમાં નોંધપાત્ર હિસ્સો હાંસલ કરશે એવી અમને ખાતરી છે.

ત્રણ-કેમેરા ધરાવતો માર્કેટમાં આવેલો આ પહેલો જ ફોન છે.

આ છે, ગેલેક્સી A7ની વિશેષતાઓઃ

24MP મેઈન + 5MP લાઈવ ફોકસ + 8MP અલ્ટ્રા-વાઈડ સેન્સર્સ (પાછળના ભાગમાં)

24 MP સેલ્ફી શૂટર છે

6.0 ઈંચનો FHD+સુપર એમોલ્ડ ઈન્ફિનિટી ડિસ્પ્લે છે

ડોલ્બી એટમોસ ઈમર્સિવ સાઉન્ડ ટેક્નોલોજીવાળો છે એટલે હાઈ ડેફિનિશન કન્ટેક્ટ આપે છે.

2.5D ગ્લાસ બેક ડિઝાઈન છે.

7.5 mm બોડી, સાઈડ ફિન્ગરપ્રિન્ટ સેન્સર છે.

ડીવાઈસ 6GB RAM+128GB સ્ટોરેજ અને 4GB RAM+64GB સ્ટોરેજ કોન્ફીગ્યુરેશન સાથે ઉપલબ્ધ છે.

સ્માર્ટફોન 3300mAh બેટરી પાવર્ડ છે અને એન્ડ્રોઈડ ઓરીઓ ઓપરેટિંગ સિસ્ટમ (OS) પર ચાલે છે.

એચડીએફસી બેન્ક ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ મારફત પેમેન્ટ કરનાર ગ્રાહકોને સ્માર્ટફોનની ખરીદી પર રૂ. 2000ની કિંમતનું સેમસંગ કેશ બેક ઓફર કરે છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]