ગાંધીનગરમાં સીએમે શરુ કરાવી ગ્લોબલ પાટીદાર સમિટ

ગાંધીનગર- સીએમ રુપાણીની ઉપસ્થિતિમાં મહાત્મા મંદિરમાં દેશદુનિયાના પાટીદાર અગ્રણીઓના ગ્લોબલ પાટીદાર સમિટ-2018નું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં નાયબ સીએમ નિતીન પટેલ સહિત ભાજપ સરકારના પાટીદાર પ્રધાનો તેમ જ કોંગ્રેસના ધારાસભ્ય પરેશ ધાનાણી પણ હાજર રહ્યાં હતાં.સીએમે આ પ્રસંગે જણાવ્યું કે ગ્લોબલ પાટીદાર સમીટનો સંકલ્પ, સમાજ કલ્યાણ-ઉત્થાનનું વ્રત ૧૦૦ ટકા સફળ થશે જે અન્ય સમાજ વર્ગો માટે પણ સમાજ સેવાથી રાષ્ટ્રસેવાનો પથ દર્શાવશે.પાટીદાર સમાજ પ્રામાણિક, પરિશ્રમી અને વિકાસને સમર્પિત સમાજ છે. ખેતી જેવો પરિશ્રમી વારસો ધરાવતો પાટીદાર સમાજે હવે બદલાયેલા સમય સાથે ચાલીને યુવા વર્ગોને ઊદ્યોગ-સ્વરોજગાર અને સરકારની સેવાઓમાં ભરતી માટે તૈયાર કરવાનું અભિયાન ઉપાડયું છે તે યુવાનોને જોબ સીકર નહિ, જોબ ગીવર બનાવશે જ.રાજ્યની વિકાસયાત્રાના પાયામાં પાટીદાર સમાજના પ્રદાનનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે, ઊદ્યોગ સાહસિકતા, નવું સાહસ કરવાની હિંમત, જોશ અને ધગશને પરિણામે જ આ સમાજ MSME, મેન્યુફેકચરીંગ સેકટર, જેવા ઊદ્યોગ ક્ષેત્રે મહત્વનો હિસ્સો ધરાવે છે. સાચા અર્થમાં સર્વગ્રાહી વિકાસથી ‘‘ચલો જલાયે દીપ વહાં, જહાં અભી ભી અંધેરા હૈ નો મંત્ર સૌ સમાજ-વર્ગો સરકાર સાથે મળીને પાર પાડશે તેવી મનસા વ્યકત કરી હતી.

નિતીનભાઇ પટેલે ગ્લોબલ પાટીદાર સમિટ વિશ્વભરના પાટીદાર પરિવારોનો સેતુ બની છે તેનો આનંદ વ્યક્ત કરતાં જણાવ્યું કે આ સમિટથી સમાજના યુવાનોને ઊદ્યોગ-શિક્ષણ-સ્વરોજગારી ક્ષેત્રે વૈશ્વિક જોડાણની તક મળશે.હતું. આ અવસરે પંચામૃતશકિત યોજના અન્વયે નવયુવકોને નવા ઊદ્યોગ સ્થાપવા, સ્વરોજગાર. ઉચ્ચ સ્પર્ધાત્મક પરીક્ષાઓનું માર્ગદર્શન વગેરે માટેના ૧૦ MoU કરવામાં આવ્યાં હતાં.

સમાજ દ્વારા ૧૦ લાખ યુવાનોને સમાજ સેવાથી રાષ્ટ્રસેવા માટે પ્રેરિત કરવાના આ મહાઅભિયાનને સફળતાની શુભેચ્છા પાઠવવામાં હતી.

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]