જોશ વર્લ્ડ ફેમસની અમદાવાદ સેમી-ફાઇનલનું સમાપન

અમદાવાદઃ દેશની સૌથી ઝડપથી આગળ વધતી અને સૌથી વધુ સંકળાયેલી વિડિયો એપ ‘જોશે’ તેની આઇપી ‘વર્લ્ડ ફેમસ – એક મેગા ટેલેન્ટ હન્ટ’-માં તેની બીજી આવૃત્તિની શરૂઆતની જાહેરાત હાલમાં કરી હતી. તેની બીજી આવૃત્તિનું ત્રીજું ચરણ આજે અમદાવાદમાં સંપન્ન થયું, જેનું આયોજન શક્તિ કન્વેન્શન સેન્ટરમાં કરવામાં આવ્યું હતું.

અમદાવાદમાં યોજાયેલી રોમાંચક સેમી-ફાઇનલે માત્ર ગ્રાન્ડ ફિનાલે માટેની તૈયારી છે. ફિનાલે અમદાવાદમાં 22 સપ્ટેમ્બરે રોજ યોજાશે, જ્યાં બધા જ વિજેતાઓ જેમની વડોદરા, સુરત અને અમદાવાદની સેમી-ફાઇનલમાં પસંદગી કરવામાં આવી હતી તેઓ વિજેતા બનવા સ્પર્ધા કરશે અને જોશ ઓલ સ્ટાર્સ, જે ભારતની પહેલી અને સૌથી મોટી ફોર્મલ ક્રિયેટર ટ્રેનિંગ એકેડમી છે તેમાં પ્રવેશ કરશે. આ ટેલન્ટ હન્ટમાં ભાગ લેનારા કલાકારોએ દર્શકોને મંત્રમુગ્ધ કરી દે તેવા પર્ફોમન્સનું પ્રદર્શન કર્યું હતું અને સેલિબ્રિટી મેન્ટર રિયાલિટી ટીવીની જોડી રઘુ રામ–રાજીવ અને રેપર બાદશાહે તેમના પર્ફોર્મન્સ અને પ્રતિભાની પ્રશંસા કરી હતી.

જે પ્રતિસ્પર્ધીઓની સેમી ફાઇનલ માટે પસંદગી કરવામાં આવી છે તેમણે એપ પર ઘણી બધી એન્ટ્રીઓમાંથી પસાર થવાનું રહેશે, તેમને ડાન્સ, મ્યુઝિક, ફેશન, સ્ટન્ટ શો અને કોમેડી, જેવી ઘણી બધી જુદી-જુદી કેટેગરીમાં પોતાની આગવી પ્રતિભા અને કલાકારી દર્શાવી હતી. જોશ સ્ટુડિયોના હેડ બેદીએ સેમી-ફાઇનલ વિશે વાત કરતાં કહ્યું હતું કે આજે જે પ્રતિભાઓ અને જુસ્સાને જોયા છે તેણે અમારી અપેક્ષાઓથી તો ઘણું વધુ સારું કર્યું છે. સેલિબ્રિટી મેન્ટર્સ રઘુ રામ-રાજીવ જણાવે છે કે “સુંદર પર્ફોમન્સે અમને મંત્રમુગ્ધ કરી દીધા છે. ‘જોશ’ વર્લ્ડ ફેમસ એ આવી પ્રતિભા ધરાવતા યુવા માટે એક સચોટ પ્લેટફોર્મ છે. સેલિબ્રિટી મેન્ટોર બાદશાહએ કહ્યું હતું કે હું આટલા અદભુત પર્ફોર્મન્સિસને જોઈને અવાક્ થયો. દરેકમાં અલગ જ પ્રતિભા છે, તેમણે યુવાનો માટે આ અદભુત પ્લેટફોર્મ તૈયાર કર્યું, જેમાં તેઓ પોતાની ક્રિયેટિવિટી બતાવી શકે છે.