યાત્રાધામ અંબાજી મંદિરનો આટલો વિસ્તાર વેજિટેરિયન ઝોન જાહેર કરાયો

અંબાજીઃ મુખ્યપ્રધાન વિજય રૂપાણીની જાહેરાત કરી છે કે પવિત્ર યાત્રાધામ અંબાજી અને સોમનાથ પરિસરના 500 મીટર વિસ્તારને વેજિટેરિયન ઝોન જાહેર કરી નોન વેજ પ્રતિબંધિત વિસ્તાર જાહેર કર્યા છે. આ ઉપરાંત રાજ્યમાં 96 અછતગ્રસ્ત વિસ્તારોની ગૌશાળા પાંજરાપોળને ફેબ્રુઆરીથી જૂન સુધીના મહિનાઓમાં પશુ દીઠ સહાય હવે 25 ને બદલે 35 રૂપિયા અપાશે.

યાત્રાધામ અંબાજી ગુજરાતનું જ નહીં પણ દેશભરનું માનીતુ તીર્થસ્થળ છે. જ્યાં 140 કિલો સોનાથી અંબાજી મંદિરનું મુખ્ય શિખર સુવર્ણમય બનાવવામાં આવ્યું છે આ સાથે જ અંબાજી મંદિર ટ્રસ્ટના ચાર કરોડ ઉપરાંતની માતબર આ રકમથી ગ્રામ પંચાયત સંચાલિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના બિલ્ડિંગનું નવીનીકરણ કરવામાં આવ્યું છે. ઉપરાંત અંબાજી આરટીઓ ચેકપોસ્ટના વે બ્રિજ પણનું નવીનીકરણ કરાયું છે.

દાંતા તાલુકાના પેથાપુર પાતાળીયા નજીક એક મેજર બ્રિજ લોકો માટે બનાવવામાં આવ્યું છે. અંબાજી મંદિરને વિવિધ સુવિધાઓ અને વિકાસના કામો સહિત મંદિર ટ્રસ્ટ અન્ય માહિતી લોકોને ઘરે બેસીને મળી રહે તે માટે મંદિર ટ્રસ્ટ એક મોબાઇલ એપ્લિકેશન બનાવી છે. જ્યારે આગામી 26 મી જાન્યુઆરી એટલે કે પ્રજાસત્તાક દિનની ઉજવણી રાજ્યકક્ષાની ઉજવણી બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર ખાતે થનાર છે ત્યારે આ કાર્યક્રમના ઉપલક્ષે અંબાજીના 5 વિકાસશીલ કારણે ૨૫મી જાન્યુઆરીએ ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અંબાજી ખાતે ડિજિટલ લોકાર્પણ કર્યું છે જેમાં સુવર્ણ શિખર, મંદિર ટ્રસ્ટની મોબાઈલ એપ્લીકેશન, ગ્રામ પંચાયતની માધ્યમિક શાળાના નવીન મકાન, અંબાજી આરટીઓના વે બ્રીજ સહિત દાંતા તાલુકાના પેથાપુર પાતળિયા નજીક લોક ઉપયોગી મેજર બ્રિજનું લોકાર્પણ અંબાજી ખાતેથી થયાં.

આને લઈને આજે જિલ્લા કલેક્ટર સંદીપ સાંગલે, પોલીસ વડા, પ્રદિપ શેજુલ, જિલ્લા વિકાસ અધિકારી, મંદિર ટ્રસ્ટના વહીવટદાર જાડેજા,પ્રાંત અધિકારી સહિત વિવિધ વિભાગના અધિકારીઓની એક બેઠક મંદિર ટ્રસ્ટના બેઠક હોલમા યોજવામાં આવી હતી અને અંબાજી ખાતેનું મુખ્યપ્રધાન વિજય રૂપાણીના કાર્યક્રમને સફળતાપૂર્વક પરિપૂર્ણ કરવા તાકીદ કરાઈ હતી.

અંબાજી મંદિરના મુખ્ય શિખરને હાલ 61 ફૂટ સોનાથી મઢવામાં આવ્યું છે જોકે અંબાજી મંદિર મુખ્ય શિખરનું પ્રથમ તબક્કાનું કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું હોવા છતાં મંદિરના બાકીના શિખરોને સોનીથી મઢવા શ્રદ્ધાળુઓ દ્વારા સુવર્ણદાનનો સિલસિલો આજે પણ યથાવત છે. જેમાં બાકીના શિખરોને સોનાથી મઢવા દ્વારા પચાસ લાખ ઉપરાંતની માતબર રકમ સહિત સાડા ત્રણ કિલો સોનુ મંદિર ટ્રસ્ટ દાનમાં મળ્યું છે જેને લઇ મંદિરના બાકીના શિખરોને પણ સોનીથી મઢવાની જાહેરાત કરાય તેવી શક્યતા જોવા મળી રહી છે આગામી 25 જાન્યુઆરીએ ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અંબાજી ખાતે આ લોકાર્પણ કાર્યક્રમ સાથે જૂની કોલેજ ખાતે એક જાહેર સભાને પણ સંબોધન કરશે.