જયંતી ભાનુશાળી હત્યા કેસઃ છબીલ પટેલની ઓડિયો ક્લિપ વાયરલ…

અમદાવાદઃ જયંતી ભાનુશાળીની હત્યાને એક મહિના કરતા પણ વધારે સમય વીતી ગયો છે. આ કેસમાં છબીલ પટેલનું નામ સામે આવ્યું છે. આ મામલે કથિત આરોપી છબીલ પટેલની એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. આ ઓડિયો ક્લિપમાં છબીલ પટેલે પોતે નિર્દોષ હોવાની વાત કરી છે. ઓડિયો ક્લિપમાં છબીલ પટેલે સ્પષ્ટતા કરી છે કે મને કોઈ ષડયંત્રનો ભોગ બનાવવામાં આવ્યો છે. તો આ સાથે જ છબીલ પટલે એમ પણ કહ્યું છે કે મને પોલીસની કાર્યવાહી પર પૂર્ણતઃ વિશ્વાસ છે.

મહત્વનું છે કે જયંતી ભાનુશાળી કેસનો આરોપી છબીલ પટેલ વિદેશમાં છે. પોલીસે આરોપી મનીષા ગોસ્વામી સાથે છબીલ પટેલની શોધખોળ શરુ કરી હતી. ત્યારે છબીલ પટેલે ઓડિયો ક્લિપમાં કહ્યું છે કે હું ધંધાકીય કામ માટે વિદેશમાં આવ્યો છું. તો આ સાથે જ ઓડિયો ક્લિપમાં કહ્યું છે કે ભારત આવવામાં જીવનું જોખમ રહેલું છે. ત્યારે છબીલ પટેલે પોતાને પોલીસ રક્ષણ આપવામાં આવે તેવી માંગ કરી છે.

છબીલ પટેલે ઓડિયો ક્લિપમાં કહ્યું છે કે ભારત આવીને હું પોલીસ સમક્ષ હાજર થઈ જઈશ. પોલીસ કાર્યવાહીમાં પોતે સહકાર આપશે તેવું પણ છબીલ પટેલે ઓડિયો ક્લિપમાં કહ્યું છે. છબીલ પટેલ દ્વારા જાહેર કરવામાં આવેલી આડિયો ક્લિપમાં તેમણે જણાવ્યું કે મને કોઈ ષડયંત્રનો ભોગ બનાવવામાં આવ્યો છે. પરંતુ મને ભારત આવવામાં જીવનું જોખમ લાગે છે. તેથી મારે પોલીસ રક્ષણની જરુર છે. છબીલ પટેલ દ્વારા જાહેર કરવામાં આવેલી ઓડિયો ક્લિપમાં છબીલ પટેલ સતત પોતે નિર્દોષ હોવાનું રટણ કરી રહ્યા છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]