અમદાવાદઃ સેન્ટર ફોર એન્વાયર્નમેન્ટલ પ્લાનિંગ એન્ડ ટેક્નોલોજી (CEPT)ના એક 23 વર્ષીય વિદ્યાર્થીએ અભ્યાસ સંબંધી તણાવને કારણે આત્મહત્યા કરી છે. જોકે આ કાંઈ પહેલી ઘટના નથી. NCRBના એક્સિડેન્ટલ ડેથ અને સુસાઇડ ઇન ઇન્ડિયા (ADSI)ના રિપોર્ટ અનુસાર રાજ્યમાં છેલ્લાં પાંચ વર્ષોમાં 30002 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી છે.
ડેટા મુજબ 2022માં સાત મેડિકલ વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી હતી. CEPTમાં ત્રણ વિદ્યાર્થીઓએ 2020, 2021 અને 2023માં આત્મહત્યા કરી હતી. રાજ્યના એક વિદ્યાર્થી દર્શન સોલંકીએ હાલમાં IIT-બોમ્બેમાં આત્મહત્યા કરી હતી. વડોદરાનિવાસી શિવ મહેન્દ્રભાઈ મિસ્ત્રી (23) CEPT યુનિવર્સિટીમાં છેલ્લા સેમિસ્ટરમાં આર્કિટેક્ચર વિદ્યાર્થી PGમાં રહેતો હતો. શિવે ચાર પત્ર આત્મહત્યા માટે લખ્યા છે. એક તેણે માતાપિતાને, એક ભાઈ, એક ગર્લફ્રેન્ડને અને એક નજીકના મિત્રને માટે લખ્યો હતો. એમાં તેણે સંદેશ લખ્યો હતો કે તે તેના માતાપિતાની અપેક્ષાઓ પૂરી કરવામાં નિષ્ફળ નીવડ્યો હતો.
જાતિનો ભેદભાવ હોય, પ્રાંતોનો ભેદભાવ હોય, અસાનતા હોય કે શિક્ષણનો ભાર હોય કે નિષ્ફળતાનો ડર હોય, બીમારી હોય કે પછી એકલાપણું હોય, પ્રેમ હોય કે સંસ્થાનો માહોલ, ગરીબી હોય કે પછી બેરોજગારી હોય- છેલ્લાં પાંચ વર્ષમાં રાજ્યમાં 3000થી વધુ વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી છે, જેમાં અનેક શિવ હોમાયા છે. વિદ્યાર્થી આત્મહત્યાને મામલે ગુજરાત ભારતમાં છઠ્ઠા સ્થાને પહોંચ્યું છે. ડેટા મુજબ રાજ્યમાં છેલ્લાં પાંચ વર્ષોમાં 3002 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી છે, જે સરેરાશ પ્રત્યેક એક કે બે જણ થાય છે.