અમદાવાદના 611મા જન્મદિવસની ઉજવણી

અમદાવાદ શહેરના 611મા જન્મ દિવસ પ્રસંગે ગુજરાત યુનિવર્સિટી લાયબ્રેરી ખાતે અમદાવાદના કલાચાહકોનું સંગઠન  ‘ગેલેરી-રા’ દ્વારા  ઈન્વર્ટ-આર્ટના ભાગરૂપે રાષ્ટ્રિય એવોર્ડ વિજેતા રાજેશ સાગરાની કલાકૃતિઓનું એક પ્રદર્શન તા.26 ફેબ્રુઆરીના રોજથી શરૂ થયું છે.

“લે વીટનેસ” નામનું આ પ્રદર્શન એ સાગરાના કન્સેપ્ટ મુજબ તૈયાર કરેલા શિલ્પોનું કલેકશન છે. આ શિલ્પો અમદાવાદ શહેરના હેરિટેજ વારસાના સન્માન સમાન છે.

આ પ્રદર્શનના આરંભ પ્રસંગે અમદાવાદના મ્યુનિસિપલ કમિશ્નર લોચન સેહરા (IAS), ડાયરેક્ટર ઓફ એમ્પલોયમેન્ટ એન્ડ ટ્રેનિંગ- આલોક કુમાર પાંડે (IAS), ગુજરાત યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર ડો. હિમાંશુ પંડયા અને પ્રસિધ્ધ રિયલ એસ્ટેટ ડેવલપર અને ટાઉન પ્લાનર- એન. કે પટેલ અને સવાની હેરિટેજ કંઝરવેશન ના રામ સવાણી વિગેરે મહાનુભાવો હાજર હતા.

ગુજરાત યુનિવર્સિટીના ઓપનએર ગ્રાઉન્ડમાં રજૂ થનારી આ કૃતિઓ શહેરની જન્મ જયંતિએ એક અનોખો અનુભવ પૂરો પાડશે અને શહેરની કલા, સંસ્કૃતિ અને વારસાને પ્રોત્સાહિત કરવાના ચાલી રહેલા પ્રયાસમાં ઉમેરો કરશે.

આ પ્રદર્શનના માધ્યમથી રાજેશ સાગરા કલાકારો અને દર્શકો વચ્ચેના અવરોધો દૂર કરીને પોતાની કલાકૃતિઓ રજૂ કરી રહ્યા છે . તેમની કૃતિઓ મુખ્યત્વે સ્ટેનલેસ સ્ટીલ, પત્થર, કાષ્ટ અને તાંબાની બનેલી છે. તેમના શિલ્પો એ અન્વેષણ કરવાનું વલણ ધરાવે છે કે કેવી રીતે વ્યક્તિ તેમની ઓળખ અને શહેરના ઇતિહાસ વચ્ચેના સંબંધની વાટાઘાટો કરે છે. સાગરાને તેમના શિલ્પો માટે નેશનલ એવોર્ડ હાંસલ કરી ચૂક્યા છે અને તેમને ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમીના અનેક એવોર્ડ હાંસલ થયા છે.

આ પ્રદર્શન અંગે વાત કરતાં સાગરા જણાવે છે કે “લે વીટનેસ મારફતે અમદાવાદ શહેરના સાંસ્કૃતિ વારસાને પ્રદર્શિત કરવામાં આવ્યો છે. દરેક શિલ્પ અમદાવાદ શહેર સાથેના સંબંધો દર્શાવે છે અને તે શહેરના સાંસ્કૃતિક ઈતિહાસને અંજલિ સમાન છે.”

“GalleryRa અમદાવાદના સ્થાપના દિવસે આ ઉત્કૃષ્ટ પ્રદર્શન રજૂ કરીને ખૂબ જ ખુશ છે. આ પ્રદર્શન અમદાવાદના લોકો માટે છે અને અમને વિશ્વાસ છે કે મોટી સંખ્યામાં લોકો તેની મુલાકાત લેશે. ગુજરાત યુનિવર્સિટીના લૉન જેવા રસપ્રદ સ્થળોએ વધુ પ્રદર્શનોને સમર્થન આપીને વધુ કલાકારોને પ્રોત્સાહિત કરવાનો અમારો ઉદ્દેશ્ય છે,” ઇન્વેન્ટઆર્ટના સ્થાપક નિહારિકા શાહે જણાવ્યું હતું.

સમારંભના ભાગ રૂપે તા.27 ફેબ્રુઆરીના રોજ સવારના 10 કલાકે રામ સવાણી સાથે એક નૉલેજ શેરીંગ સેશનનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

આ પ્રદર્શન ગુજરાત યુનિવર્સિટી લાયબ્રેરી ખાતે તા.26 ફેબ્રુઆરીથી 12 માર્ચ, 2022 સુધી  સાંજના 4 થી 8 દરમ્યાન ખૂલ્લું રહેશે.