બનાસકાંઠાઃ અંધેરી નગરી ને ગંડુ રાજા ટકે શેર ભાજી ને ટકે શેર ખાજા… રાજ્યના બનાસકાંઠામાં એક સરકારી પ્રાથમિક સ્કૂલમાં એક હેડ ટીચર છેલ્લાં આઠ વર્ષોથી શિકાગોમાં રહી રહ્યાં છે અને તેઓ સરકારી સ્કૂલમાંથી પણ પગાર લઈ રહ્યાં છે, એમ અધિકારીઓએ અને પેરેન્ટ્સે ફરિયાદ કરતાં આરોપ લગાવ્યો છે.
અંબાજીમાં પંચા પ્રાઇમરી સ્કૂલના વડા શિક્ષક ભાવનાબહેન પટેલ US ગ્રીન કાર્ડ ધરાવે છે અને તેઓ 2013થી અમેરિકાના કાયમી રહેવાસી છે. સ્કૂલના અધિકારીઓના જણાવ્યાનુસાર તેમની સ્કૂલમાં ગેરહાજરી છતાં તેમનું નામ સ્કૂલના રજિસ્ટરમાં કર્મચારી તરીકે નોંધાયેલું છે
બનાસકાંઠાના યાત્રાધામ અંબાજી નજીક આવેલા પાન્છા ગામની પ્રાથમિક શાળાના શિક્ષિકા છેલ્લા 8 વર્ષથી અમેરિકામાં રહેતા હોવા છતાં શાળાના રેકોર્ડ ઉપર તેનું નામ બોલાઈ રહ્યું હોવાના ગંભીર આક્ષેપો થયા છે. વિદેશમાં ગ્રીન કાર્ડ ધરાવતા શિક્ષિકા વર્ષમાં એક વાર શાળામાં હાજર થઈ લાખોનો પગાર લેવા હોવાની ફરિયાદો ઊઠી છે.
ભાવનાબહેન અમેરિકાથી ગુજરાતમાં વર્ષમાં એક વાર દિવાળીમાં આવે છે, જ્યારે સ્કૂલમાં વેકેશન હોય છે. ત્યારે તેઓ સ્કૂલમાં જતાં પણ નથી કે નથી વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરતાં. અનેક માતાપિતા અને સ્કૂલના કર્મચારીઓએ એ વિશે શિક્ષણ અધિકારીઓને ફરિયાદ કરી તેમ છતાં તેમની સામે નામપૂરતી કાર્યવાહી કરવામાં આવી હતી.
પ્રાઇમરી શિક્ષણાધિકારીએ પણ કહ્યું હતું કે પટેલ છેલ્લે સ્કૂલમાં જાન્યુઆરી, 2023માં આવ્યાં હતાં અને તેઓ આ વર્ષથી પગાર વગર રજા પર છે. અધિકારીએ તેમને શો-કોઝ નોટિસ આપી હોવાનું અને શિક્ષાત્મક કાર્યવાહી કરવાના નિર્દેશ આપ્યા હતા.